[caption id="attachment_1931" align="aligncenter" width="1280"] સન્ની છોટાલાલ ભોજાણી[/caption]
રાજકોટ. શહેરનાં સામા કાંઠે પેડક રોડ પર પાણીના ઘોડા સામેનાં કોમ્પલેક્ષમાં સ્પાના ઓઠા તળે દેહવિક્રય થતો હોવાની જાણકારી બી-ડિવિઝન પોલીસને મળી હતી. જેના આધારે એક ડમી ગ્રાહક મોકલી પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમજ સંચાલકને દબોચી લઇ તેની સામે ઇમોરલ ટ્રાફિકીંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પેડક રોડ પર પાણીના ઘોડા સામે ગાયત્રી કોમ્પલેક્ષનાં બીજા માળે 'હોલી ડ્રોપ સ્પા'માં યુવતિઓ રાખી તેની પાસે દેહવ્યાપાર કરાવાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. ગ્રાહકે ત્યાં જઇને ભાવતાલ પુછતાં તેની પાસેથી શરીર સુખના રૂપિયા 2000 વસુલવામાં આવ્યા હતાં. સ્પામાં ચાર રૂમ હતાં. જે પૈકીનાં એક રૂમમાં આ ડમી ગ્રાહકને યુવતિ પાસે મોકલાયો હતો. અંદર પહોંચતા જ તેણે પોલીસને જાણ કરી હતી. અને પોલીસે દરોડો પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસે આ સ્પાનું સંચાલન સંભાળતા સન્ની છોટાલાલ ભોજાણીને ઝડપી લીધો છે. અને પોતે ફરિયાદી બની ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૮૫૬ની કલમ ૩-૪ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સન્ની ભોજાણી આમ તો દોઢ બે વર્ષથી ભાડાની જગ્યામાં સ્પા ચલાવતો હતો. પરંતુ લોકડાઉનને કારણે સ્પા બંધ હતું. તે ખુલ્યા પછી તેણે કેટલાક સમયથી કૂટણખાનુ ચાલુ કરી દીધું હતું.
સન્નીએ સ્પામાં દિલ્હીની ત્રણ યુવતિ અને રાજકોટની એક યુવતિને રાખી હતી. ગ્રાહકદીઠ રૂપિયા બે હજાર વસુલવામાં આવતાં હતાં. જેમાંથી યુવતિઓને 800 ચૂકવી 1200 પોતે રાખી લેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કૂટણખાનામાંથી મળેલી યુવતિઓને સાહેદ બનાવી છે. હવે કોરોના રિપોર્ટ આવ્યા બાદ સન્નીની ધરપકડ કરી વિશેષ પુછતાછ કરવામાં આવશે.