રાજકોટ. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં GRD જવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતાં કેસરી હિન્દ પુલ પરથી ઝંપલાવ્યું હતું. ઘટનાને પગલે ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે. બી-ડિવિઝન પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં હિરેન બે ભાઈ અને એક બહેનમાં મોટો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ કુવાડવા રોડ પરના ભગવતીપાર્કમાં રહેતાં 24 વર્ષીય GRD જવાન હિરેનભાઇ પ્રફુલભાઇ હેરમાએ ગત મોડીરાત્રે કેસરી હિન્દ પુલ પરથી પડતું મુકતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હિરેનનાં પરિવારે જણાવ્યા મુજબ, ગઇકાલે તેની નાઇટ ડ્યુટી હતી. જેને લઈને પોલીસ સ્ટેશનમાં હાજરી પુરી કવોરન્ટાઇન થયેલા લોકોને ચેક કરવાની નોકરી માટે નિકળ્યો હતો.
દરમિયાન અચાનક આ પગલું ભર્યું હતું. હિરેનભાઇનાં પરિવારે જણાવ્યા મુજબ, તેને જામનગરની યુવતિ સાથે પ્રેમ છે. અને તેના લગ્નની વાત પણ ચાલી રહી છે. પરંતુ યુવતિના પિતા માનતા ન હોવાથી છેલ્લા કેટલાક દિવસથી પ્રેમમાં નિષ્ફળતાં મળ્યાનાં વિચારે ભારે ટેંશનમાં હતો. અને મગજ ભમતો હોવાથી તેણે આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે.