રાજકોટ.એકબાજુ કોરોનાની મહામારી ગંભીર બનતી જાય છે. બીજીબાજુ મનપાએ આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ભરતી કરેલા 200થી વધુ હેલ્થ વર્કરો તેને  કાયમી કરવા સહિતની માગણીને લઇને આંદોલન ઉપર ઉતર્યા છે. ગઇકાલે મનપા કચેરીમાં ધરણા કર્યા બાદ આજે બીજા દિવસે તેઓ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં ‘હમારી માંગે પુરી કરો’ સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા બાદ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને આવેદન આપ્યું હતું. અને 7 દિવસનું અલ્ટીમેટમ આપી માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આંદોલનકારી હેલ્થ વર્કરોએ જણાવ્યુ હતુ કે, 14 વર્ષથી કરાર આધારિત કામ કરીએ છીએ. બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને કાયમી સેટઅપમાં સમાવેશ કરવો જોઈએ. મુળભુત કામગીરી ઉપરાંત છેલ્લા છ માસથી કોવિડની કામગીરી કરીએ છીએ. આ વધારાની કામગીરીનું કોઇ વળતર પણ આપવામા આવતુ નથી. પરિવાર કે ખુદના આરોગ્યની ચિંતા કર્યા વગર છેલ્લા 6-6 માસથી ફરજ બજાવીએ છીએ. અને તહેવાર કે રવિવારની રજા પણ મળતી નથી.
ફિલ્ડ કામગીરીમાં પોતાનુ વાહન લઇને જઇએ છીએ, વહીવટી સ્ટાફને રિપોર્ટિંગ કરવા જવાનું રહે છે. છતા વાહન ભથ્થુ કે અન્ય એલાઉન્સ મળતુ નથી. સરકારની ગાઇડલાઇન મુજબ દૈનિક 8 કલાક લેખે અઠવાડિયાના 48 કલાક કામ કરવાનું થાય છે. પરંતુ હાલ અમે સવારે 8 થી રાત્રે 8 સુધી 12 કલાક કામ કરીએ છીએ. છતા ઓવરટાઇમનું વળતર મળતુ નથી. આરોગ્ય કેન્દ્રની અર્બન આશા વર્કરને ઇન્સેન્ટિવના બદલે ફિક્સ વેતન આપવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud