રાજકોટ. શહેરનાં જુના માર્કેટિંગ યાર્ડ નજીક પેટ્રોલ પંપ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં દૂધ સાગર રોડ નજીક હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં 16 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે સાથે રહેલા પિત્રાઇ ભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયો છે. મૃતક સગીર ત્રણ-ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. અને તે ઈમિટેશનનું કામ કરતો હતો. તેના અચાનક થયેલા આ મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.
આ ગોઝારા અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ, હાઉસિંગ બોર્ડ કવાર્ટર શેરી નં. 3માં રહેતો 18 વર્ષીય રાહુલ ઉત્તમભાઇ રાઠોડ અને તેના કાકાનો દિકરો 16 વર્ષીય સુમિત દિપકભાઇ રાઠોડ સંતકબીર રોડ પર ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતાં હતા. આજે સવારે પણ નિત્યક્રમ મુજબ બંને ટુવ્હીલર પર બેસી કામે જતા હતાં. દરમિયાન માર્કેટિંગ યાર્ડની પાસે તેમનું ટુવ્હીલર ટ્રેકટરની ઠોકરે ચડતાં બંને ભાઈ રસ્તા પર ફંગોળાયા હતા. જેમાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ સુમિતનું મોત નિપજ્યું હતું. અને રાહુલને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
અકસ્માતનાની જાણ થતાં સુમિતના માતા રેખાબેન, પિતા દિપકભાઇ શામજીભાઇ રાઠોડ, બહેનો સહિતના સ્વજનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. માતાએ અરેરેરે મારા લાડકવાયાને કો'ક પાછો લઇ આવો...નાં વેણ સાથે આક્રંદ મચાવતાં ગમગીની છવાઇ હતી. તેમજ બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.