રૂરલ ડિવિઝનમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ અકાઉન્ટની તરીકે સુરેશ ડી. સેલારા ફરજ બજાવે છે.
પ્રિન્ટરનાં ટોનર અને કારટીજ રીફલીંગનો કોન્ટ્રાકટ મિત કોમ્પ્યુટર્સ સાથે કરવામાં આવ્યો હતો.
એચ.એમ. એન્ટરપ્રાઇઝ દ્વારા ઇલેક્ટ્રિકલ પ્રોડકટ્સનાં બિલો પણ મોકલવામાં આવતા હતા.
સુરેશ સેલારાને પૂછતાં તેમણે કહ્યું હતું કે, મારી દીકરીના અને ભાઈના નામે કોન્ટ્રાક્ટ છે.
અધિક્ષક ઈજનેર બી. પી. જોશીએ જણાવ્યું હતું કે, કોઈપણ કોર્પોરેટ કંપનીમાં બ્લડ રિલેશનમાં કોન્ટ્રાક્ટ રાખી શકાય નહીં
[caption id="attachment_3971" align="alignnone" width="1280"] (દસ્તાવેજી પુરાવા)[/caption]
રાજકોટ. શહેરમાં કૌભાંડોની હારમાળા સર્જાઈ હોય તેમ PGVCL તંત્રનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રૂરલ ડિવિઝનમાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ અકાઉન્ટની ફરજ બજાવનાર સુરેશ ડી. સેલારાએ પોતાનાં જ સગા ભાઈ અને પુત્રીનાં નામે પેઢી શરૂ કરી હતી. અને બાદમાં મિત કોમ્પ્યુટર્સ અને એચ. એમ. એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓના PGVCL સાથે કરાર કરી લાખોનાં બિલો પાસ કરાવી લીધા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, PGVCLની વિભાગીય કચેરી-2ની ઓફિસ તથા સબ ડીવીઝનમાં પ્રિન્ટરનાં ટોનર અને કારટીજ રીફલીંગનો કોન્ટ્રાકટ મિત કોમ્પ્યુટર્સ સાથે કરવામાં આવ્યો હતો. જ્યારે એચ.એમ. એન્ટરપ્રાઇઝ દ્વારા ઇલેક્ટ્રિકલ પ્રોડકટ્સનાં બિલો પણ મોકલવામાં આવતા હતા. એટલું જ નહીં આવા ઘણા બિલો બોગસ હોવા છતાં પાસ કરાયા હોવાનું પણ સામે આવ્યું છે.
સુરેશ ડી. સેલારા નામનો આ અધિકારી છેલ્લા ઘણા વર્ષોથી આ કૌભાંડ આચરી રહ્યો હોઈ કરોડો રૂપિયાની ગોલમાલ થયાની શક્યતાઓ છે. ત્યારે જો PGVCL ખાતાકીય તપાસ કરે તો આ અધિકારીની પોલ ખુલે તેવી પૂરતી સંભાવનાઓ છે. જોકે આ અધિકારી સામે અનેક ફરિયાદો હોવા છતાં ઉપરી અધિકારીઓ તેને છાવરી રહ્યા હોવાની ચર્ચા આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.
સમગ્ર મામલે ખુદ સુરેશ સેલારાને પૂછતાં તેમણે કહ્યું હતું કે, મારી દીકરીના અને ભાઈના નામે કોન્ટ્રાક્ટ છે. સંતાનો તો બિઝનેસ કરી જ શકે ને એમાં ખોટું શું છે? ગવર્મેન્ટનાં કામમાં કાંઈ ખોટું કરવું શક્ય જ નથી. આમ પણ મીત કમ્પ્યૂટર્સ તો અત્યારે બંધ છે., અગાઉ તેમાં બુક બાઈન્ડિંગ વર્ક કરતા હતા., પણ હવે કશું જ નથી કરતા. આ મારા વિરુદ્ધનું ષડ્યંત્ર છે. સાથે જ રજાના દિવસોમાં દીકરીની ઓફિસે બેસવામાં કાંઈ ખોટું ન હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
આ અંગે રૂરલ ડિવિઝનનાં અધિક્ષક ઈજનેર બી. પી. જોશીએ જણાવ્યું હતું કે, કોઈપણ કોર્પોરેટ કંપનીમાં બ્લડ રિલેશનમાં કોન્ટ્રાક્ટ રાખી શકાય નહીં. પરંતુ અધિક્ષક હિસાબનીશના કેસમાં તમામ પુરાવા ચેક કરવા પડે અને પછી જ કોઈ કાર્યવાહી કરી શકીએ. ત્યારે તમામ પુરાવાઓનો અભ્યાસ કર્યા બાદ જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.