પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1થી10માં અંદાજે 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સ્કૂલના સંચાલકો દ્વારા પૂરેપૂરી ફી રૂ. 45,000 ભરવા માટે વાલીઓને દબાણ કર્યુ
આ અંગે પાંચ જેટલી ઓડિયોક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
રાજકોટ. શહેરની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતું હોવાની ઓડિયોક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેને પગલે આમ આદમી પાર્ટીનાં આગેવાનો આ સ્કૂલ ખાતે દોડી ગયા હતા. અને આ મુદ્દે શાળા સંચાલકોનો બરાબરનો કલાસ લીધો હતો. જો કે સંચાલકો દ્વારા યોગ્ય જવાબ ન મળતા અંતે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
શહેરની પોદર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1થી10માં અંદાજે 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્કૂલના સંચાલકો દ્વારા પૂરેપૂરી ફી રૂ. 45,000 ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં આ અંગેની પાંચેક ઓડિયોક્લિપો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં પોદાર સ્કુલ દ્રારા વાલીઓને કહેવામાં આવ્યું હતું કે, ફી નહી ભરો તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામા આવશે નહીં !
બીજીતરફ ઓનલાઈન એજ્યુકેશન હોવાથી વાલીઓ દ્વારા ફીમાં 50 ટકાની રાહત આપવાની માંગ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની ઓડિયોક્લિપો વાયરલ થતા જ આમ આદમી પાર્ટીનાં યુવા નેતાઓ હરકતમાં આવ્યા હતા. અને ફી મુદ્દે વાલીઓને થતી હેરાનગતિને લઈને પોદ્દાર સ્કૂલનાં સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી. જો કે ભારે રકઝક બાદ પણ સ્કૂલ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા અંતે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા ખાનગી શાળાઓની ફી મુદ્દે નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા સંચાલકો મનમાની કરી રહ્યા છે. હાલ એક તો કોરોનાને કારણે લોકોના વેપાર-ધંધા પર માઠી અસર થઈ છે. તેવામાં શાળા સંચાલકો પણ આડેધડ ફી વસુલતા હોવાને કારણે વાલીઓની હાલત સુડીની વચ્ચે સોપારી જેવી થઈ છે. ત્યારે આ મામલે સરકાર ત્વરિત વાલીઓના હિતમાં કોઈ નિર્ણય કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
- પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1થી10માં અંદાજે 1300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
- સ્કૂલના સંચાલકો દ્વારા પૂરેપૂરી ફી રૂ. 45,000 ભરવા માટે વાલીઓને દબાણ કર્યુ
- આ અંગે પાંચ જેટલી ઓડિયોક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.