રાજકોટ પોલીસ દ્વારા આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરાયું
પોલીસકર્મીના પરિવારજનોને લાભદાયક રોજગારી પૂરી પાડવા માટે અને મહિલાઓને આર્થિક સશક્તિકરણમાં લાંબા ગાળે મદદરૂપ થશે
મેનેજર તરીકે 2 મહિલા કોન્સ્ટેબલ ફરજરત
રાજકોટ. ગુજરાતમાં સૌપ્રથમ શહેર પોલીસ દ્વારા જ આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે. પોલીસની આ કલ્યાણકારી પહેલ, પોલીસકર્મીના પરિવારજનોને લાભદાયક રોજગારી પૂરી પાડવા માટે અને મહિલાઓને આર્થિક સશક્તિકરણમાં લાંબા ગાળે મદદરૂપ થાય તે ઉદેશથી કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસ સિવાયની મહિલાઓ પણ આ તાલીમી કેન્દ્રમાં જોડાઈને બ્યુટીપાર્લરની તાલીમ મેળવી શકશે. શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલને સૌ કોઈ બે મોઢે વખાણી રહ્યા છે.
સામાજીક કાર્યકર્તા મિનલબા ગોહિલે આ અંગે કહ્યું હતું કે, શહેરનાં પોલીસ હેડક્વાર્ટર ખાતે સૌપ્રથમ વાર મહિલાઓને પગભર કરવા આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલીમ કેન્દ્ર શરૂ કરાયું છે. જેમાં મેનેજર તરીકે 2 મહિલા કોન્સ્ટેબલ ફરજરત છે. અહીં પોલીસકર્મીની પત્નીઓ, દીકરીઓ અને ખુદ્દ મહિલા પોલીસકર્મીઓ પણ જોડાઈને તાલીમ મેળવી રહ્યા છે. તાલીમ કેન્દ્રમાં પોલીસકર્મી સિવાયની મહિલાઓ પણ ભાગ લઈ શકે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આત્મનિર્ભર નારી સ્ટુડિયોનો ઉદ્દેશ છે કે તેમને બ્યુટીપાર્લરમાં આપવામાં આવતી વિવિધ સેવાઓની તાલીમ આપવી. આ ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓએ પ્રારંભિક બેચમાં 10 મહિલાને તાલીમ આપી છે. જેને પગલે આ મહિલાઓ ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી સ્ટુડિયો સંભાળી રહી છે. આગામી સમયમાં તાલીમાર્થીઓની બીજી બેચ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. ખુદ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પણ આ અનોખા અભિયાનમાં અંગત રસ લઈ મહિલાઓને પગભર કરવામાં મદદરૂપ બની રહ્યા છે.