બે દિવસ પહેલા જ વહીવટી તંત્રે લોકોને બેડની માહિતી સરળતાથી મળી રહે તે માટે જુદા-જુદા પાંચ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા હતા
Watchgujarat.com ના સંવાદાતા દ્વારા કરાયેલા રીયાલીટી ચેકમાં હેલ્પ લાઇન નંબરની પોલ ખુલ્લી પડી
સંવાદદાતાએ તેમનું નામ પૂછતાં જ આ હેલ્પલાઇન નંબર છે નામ કહેવાની જરૂર નથી કહીને ફોન કટ કરી નાખ્યો
સિવિલ હોસ્પિટલની સ્થિતિનું પૂછવા નંબર વારંવાર પ્રયાસો કરવા છતાં તે તો લાગ્યો જ ન હતો
WatchGujarat. શહેરની હોસ્પિટલોમાં કોરોનાનાં ક્યાં તેમજ કેટલા બેડ ઉપલબ્ધ છે તેની જાણકારી સરળતાથી મળે તે માટે તંત્ર દ્વારા અલગ-અલગ 5 હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે. પરંતુ તંત્રે જાહેર કરેલા હેલ્પલાઇન નંબરો શોભાનાં ગાંઠિયા સમાન છે. અહીંથી 'ખાનગી હોસ્પિટલમાં બેડ નથી, સિવિલ માટે દર્દીને લઈને રૂબરૂ જાવ' જેવા ઉડાઉ જવાબો સિવાય કોઈ મદદ મળતી નહીં હોવાનું વોચ ગુજરાતનાં રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે.
વોચ ગુજરાતનાં સંવાદદાતા દ્વારા હેલ્પલાઇન નંબરો ઉપર કોલ કરવામાં આવ્યા હતા. જેમાં પાંચેય નંબર ઉપર કોલ કરતા બે નંબર તો સતત વ્યસ્ત આવ્યા હતા. જ્યારે બાકી નંબર ઉપર કોલ લાગ્યો હતો. જેમાં બેડ અંગે પૂછતાં જ ખાનગી હોસ્પિટલમાં કોઈ બેડ નથી. તેવો જવાબ મળ્યો હતો. જ્યારે સિવિલની સ્થિતિનું પૂછતાં વધુ એક નંબર (0281 2444680) અપાયો હતો. જોકે આ પર નંબર વારંવાર પ્રયાસો કરવા છતાં તે તો લાગ્યો જ નહોતો.
આ નંબર નહીં લાગતો હોવા અંગે ફરી હેલ્પલાઇન નંબર પર ફોન કરતા જણાવાયું હતું કે, નંબર તો આ એક જ છે, હવે ત્યાં કોઈ ફોન રિસીવ ન કરે તો અમે કશું કરી શકીએ નહીં. અમારી પાસે તો માત્ર ખાનગી હોસ્પિટલમાં કોઈ બેડ નહીં હોવાની માહિતી છે. તો બીજા હેલ્પલાઇન નંબર પરથી દર્દીને લઈ તાત્કાલિક સિવિલે પહોંચ્યા બાદ જ બેડ છે કે નહીં તે અંગેની જાણકારી મળશે તેવું કહેવામાં આવ્યું હતું. જેને લઈ સંવાદદાતાએ પૂછ્યું હતું કે, તો આ હેલ્પલાઇન શેના માટે છે ? માત્ર બીજો નંબર આપવા અને રૂબરૂ જાવ તેવું કહેવા ? ત્યારે ફરજ પરના કર્મચારીએ નફ્ફટાઈ પૂર્વક હા કહી હતી ! સંવાદદાતાએ તેમનું નામ પૂછતાં જ આ હેલ્પલાઇન નંબર છે નામ કહેવાની જરૂર નથી કહીને ફોન કટ કરી નાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ વહીવટી તંત્રે લોકોને બેડની માહિતી સરળતાથી મળી રહે તે માટે જુદા-જુદા પાંચ હેલ્પલાઇન નંબરો 9499804038, 9499806486, 9499801338, 9499806828, 9499801383 જાહેર કર્યા હતા. એટલું જ નહીં આ નંબરો ઉપર કોલ કરવાથી શહેરની તમામ હોસ્પિટલમાં બેડની સ્થિતિ અંગેની જાણકારી આપવાનો દાવો પણ કરાયો હતો. પરંતુ આ નંબરો પર ફોન કરતા ખાનગી હોસ્પિટલમાં બેડ નથી સિવાયની કોઈ માહિતી તો ઠીક દર્દીનાં સગાને સંતોષકારક જવાબ પણ અપાતો નથી. ત્યારે વહીવટી તંત્રએ તાત્કાલિક આ મામલે પગલાંઓ લેવા જરૂરી છે.