માતેલા સાંઢની માફક દોડતા એક ટ્રકે તેના એક્ટિવાને હડફેટે લેતા પિતા-પુત્રી ફંગોળાયા
ઘટનામાં અતિ ગંભીર ઈજાને પગલે સ્વીટીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
WatchGujarat. શહેરની ભાગોળે આવેલા મેટોડા નજીક એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રકે એક્ટિવાને હડફેટે લેતા ડ્યુટી પુરી કરીને ઘર તરફ જઈ રહેલી કોરોના વૉરિયાર નર્સનું કમકમાટીભર્યું મોત થયું છે. જ્યારે તેની સાથે બાઈક પર સવાર પિતા ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જી ફરાર થનાર ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 19 વર્ષીય સ્વીટી સંજયભાઈ મહંતો નાઈટ ડ્યુટી પુરી કરીને પિતા સાથે ખીરસરામાં આવેલ પોતાના ઘરે જતી હતી. દરમિયાન માતેલા સાંઢની માફક દોડતા એક ટ્રકે તેના એક્ટિવાને હડફેટે લેતા પિતા-પુત્રી ફંગોળાયા હતા. આ ઘટનામાં અતિ ગંભીર ઈજાને પગલે સ્વીટીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
બીજીતરફ તેણીનાં પિતા 55 વર્ષીય સંજયભાઇ મહંતો ગંભીર રીતે ઘાયલ થયા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહંતો પરિવાર મુળ બિહારના વતની છે. અને વર્ષોથી અહીં સ્થાયી થયા છે. મૃતક સ્વીટી બે બહેન તેમજ એક ભાઇમાં નાની તથા પરિવાર માટે આધારસ્તંભ સમાન હોવાથી તેના અચાનક મોતથી પરિવારમાં માતમ છવાયો છે.