કોરોના કાળમાં ડોક્ટર અને દર્દીના પરિજનો વચ્ચે સંઘર્ષની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો
સાકેત હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર સહિત અને મેડિકલ સ્ટોર સંચાલક ઉપર દર્દીનાં સગાએ હુમલો કર્યો
ઘટના બાદ તપાસમાં પોલીસે નવદિપસિંહ જાડેજા અને અભિજીતસિંહ જેઠવા ધરપકડ કરી
WatchGujarat. શહેરની હોસ્પિટલોમાં ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અને કોરોનાકાળમાં સમયાંતરે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. ત્યારે નાનામૌવા ચોક નજીક વધુ એક આવી ઘટના સામે આવી છે. સાકેત હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર સહિત અને મેડિકલ સ્ટોર સંચાલક ઉપર દર્દીનાં સગાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
https://youtu.be/8G3nUV8tWrY
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 3થી4 શખ્સો અચાનક હોસ્પિટલમાં ધસી આવે છે. અને ફરજ પર રહેલા મેડિકલ ઓફિસર તેમજ મેડિકલ સ્ટોર સંચાલક ઉપર હુમલો કરે છે. આટલેથી નહીં અટકતા આ લોકો હોસ્પિટલ નજીક પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ પણ કરતા હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ શખ્સો નશો કરેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જાણવા મળી રહેલી વિગતો મુજબ ગત મોડીરાત્રે જ રાજનગર ચોકમાં આવેલી સાકેત હોસ્પિટલમાં દર્દીના સગા ઘૂસી ગયા હતા. અને મેડિકલ ઓફિસર સહિત મેડિકલ સ્ટોરનાં સંચાલક પર હુમલો કર્યો હતો. જેમાં આ બંનેને માર મારી વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આરોપીઓની ઓળખ નિલદીપ અને હરકિશન તરીકે થઈ છે. તેમની સાથે અન્ય બે અજાણ્યા શખ્સો પણ હોવાનું સામે આવ્યું છે. હાલ સીસીટીવીનાં આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ઘટના બાદ રાજકોટના તબીબો એકઠા થયા હતા અને માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી આરોપીઓની સામ કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સાકેત હોસ્પિટલના ડોક્ટર વિરલ ગાજીપરા સાથે થોડા દિવસ પહેલા હુમલાખોરના સ્વજન દાખલ કર્યા હતા. ત્યારે મનદુઃખ થયું હતું. આથી ગત રાત્રે દર્દીના સ્વજનો દોડી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. આ અંગે હાલમાં માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી છે.