• નિવૃત્ત જજ મહેતા તેમજ કમિટીના સભ્યો સાથે પોલીસ વિભાગ ફાયર વિભાગ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક થવાની છે
  • 27 નવેમ્બરના રોજ ઉદય શિવાનંદ હોસ્પિટલ ના icu વિભાગમાં આગજનીના બનાવ સામે આવ્યો હતો
  • ઘટનાને બે મહિના જેટલો સમય 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ જશે તેમ છતાં હજુ ચોક્કસ કારણ આગ લાગવાનું સામે નથી આવી શક્યું

WatchGujarat. ઉદય શિવાનંદ હોસ્પિટલ માં અગ્નિ કાંડ સર્જાયો હતો તેને બે મહિના પૂર્ણ થશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગ્નિ કાંડ મામલાની તપાસ નિવૃત્ત જસ્ટિસ મહેતા કમિટીને સોંપવામાં આવી છે.આજરોજ નિવૃત્ત જજ મહેતા તેમજ કમિટીના સભ્યો સાથે પોલીસ વિભાગ ફાયર વિભાગ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક થવાની છે. ઉલ્લેખનીય છે કે ઘટનાને બે મહિના જેટલો સમય 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ જશે તેમ છતાં હજુ ચોક્કસ કારણ આગ લાગવાનું સામે નથી આવી શક્યું.

જસ્ટિસ મહેતા અને તેમની કમિટી દ્વારા ઉદય શિવાનંદ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી હતી. અને આગ લાગવાનું કરણ જાણવા માટે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. બાદમાં કલેક્ટર સાથે કમિટીની મિટિંગ પણ યોજાનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે 27 નવેમ્બરના રોજ ઉદય શિવાનંદ હોસ્પિટલ ના icu વિભાગમાં આગજનીના બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્રથમ પાંચ દર્દીઓ ના મૃત્યુ નિપજયા હતા. ત્યાર બાદ સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજતા દર્દીઓના મોત નો કુલ આંક 6 પર પહોંચ્યો હતો.

સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જે ટીમ દ્વારા પાંચ નામાંકિત તબીબો ડો પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢા, ડોક્ટર તેજસ કરમટા, ડોક્ટર તેજસ મોતીવરસ તેમજ ડૉ દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ કલમ 304(અ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટ દ્વારા જામીન પર છેલ્લા ઘણા સમયથી મુક્ત કરવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud