અમારા પટેલમાં તો છોકરીઓ ઘણો કરિયાવ૨ લાવે કહી સાસરીયાઓ દબાણ કરતા
નિરવ હજારો ડોલર દારૂ પીવા પાછળ ઉડાડી દેતાં પણ આ દરમ્યાન 2018માં મને ગર્ભાશયમાં ગાંઠ થયેલ તો મારી સરખી રીતે સારવાર પણ કરાવી ન હતી
નિરવને બાળક માટે વાત કરી તો પણ બહાનું બતાવી ના પાડી હતી. અને કામ ધંધો કર તેવું જણાવ્યું હતું
પતિ કયારેક દારૂ પીને ઘરે આવી ક્રુરતાપુર્વક સંબંધ બાંધતો અને ખરાબ વર્તન કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી આ બાબતે મે તેના વિરુદ્ઘમાં કેનેડા પોલીસમાં ફરિયાદ પણ કરી
WatchGujarat. શહેર મહિલા પોલીસમાં એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઇ છે. જેમાં લગ્ન કરી કેનેડા ગયેલી અને ત્યાંથી કાઢી મૂકતા પરત આવેલી મહિલાએ પોતાની આપવીતી વર્ણવી છે. તેણીનો આરોપ છે કે, પતિએ સ્પષ્ટ કહ્યું હતું કે, તારામાં નહિ તારા પગારમાં રસ છે. તેમજ દારૂ પી જબરદસ્તી શરીર સંબંધ બાંધતો હતો. ઉપરાંત કેનેડામાં માનસિક તકલીફ હોવાનું કહી ત્યાંની પોલીસમાં પકડાવી દીધી હતી. ત્રણેક મહિનાથી પિયર રાજકોટ આવેલી પીડિતાને હવે પતિએ અચાનક જ છૂટાછેડાની નોટીસ મોકલી સંપર્કવિહોણો થઈ જતા પીડિતાએ પોલીસની મદદ માંગી છે.
જાણવા મળતી વિગત અનુસાર, 'લો' માં પીએચડી કરનાર મહિલાના લગ્ન સત્ય સાઇ હોસ્પિટલ નજીક સૌરભ બંગ્લોઝમાં રહેતાં નિરવ ઘોડાસરા સાથે થયા હતા. પતિ કરતા ઉંમરમાં 10વર્ષ મોટી હોવા છતાં બંનેના પરિવારની સહમતીથી પીડિતાનાં આ બીજા લગ્ન થયા હતા. પતિ કેનેડામાં જોબ કરતો હોવાથી શરૂઆતમાં તેણી સાસુ-સસરા સાથે રહેતી હતી. આ દરમિયાન સાસુ મેણા ટોણા માંરતા કે તારા પપ્પા તો આર્થીક સધ્ધર છે. તુ કરિયાવરમાં કંઇ વધારે લાવેલ નથી. અમારા પટેલમાં તો છોકરીઓ ઘણો કરિયાવ૨ લાવે. તેવું કહી આડકતરી રીતે પૈસાની માંગણી કરતા તેમજ કહેતા કે નિરવનો ધંધો કેનેડામાં સેટ કરવો છે, તારા ૫પ્પાને કહે પૈસા આપે.
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ,આ બાબતે મેં મારા પતિ નિરવ સાથે ફોન ઉપર વાત કરતાં તેણે પણ કહેલ કે હા આપણે કેનેડામાં ધંધો કરવો છે પણ મારી પાસે પૈસા નથી જેથી તારા મમ્મી -પપ્પાને કહે તો મદદ મળી શકે. ત્યારે જ મને આ પરિવાર લાલચુ હોવાનું લાગ્યું હતું. પણ બીજા લગ્ન હોવાથી હું શાંત રહી હતી. અને મને હતું કે હું કેનેડા જઇશ એટલે સારૂ થઇ જશે.
દરમિયાન નણંદ કનીકાબેન કામકાજ બાબતે ટોર્ચર કરવા લાગેલ અને કહેતા કે ભાભી તમારૂ કામ સારૂ નથી. સાસુ અને સસરા મને કહેતા કે તારે આ છોકરીને સાચવવા અહી જ રહેવાનું છે. કેનેડા પતિ પાસે જવાનું કહેતા મારા સાસુ-સસરા અને નણંદે રોવડાવી પણ હતી. જો કે કેનેડાના વિઝા મળતા 05/07/2017 ના કેનેડા કેલગરી સીટીમાં નિરવ સાથે રહેવા પહોંચી હતી. પણ શરૂઆતથી જ નિરવ મારામાં રસ લેતો નહી અને લગ્ન જીવન ભોગવતો નહી તેમજ મારાથી દુર રહેતો હતો. નિરવને બાળક માટે વાત કરી તો પણ બહાનું બતાવી ના પાડી હતી. અને કામ ધંધો કર તેવું જણાવ્યું હતું.
નિરવ હજારો ડોલર દારૂ પીવા પાછળ ઉડાડી દેતાં પણ આ દરમ્યાન 2018માં મને ગર્ભાશયમાં ગાંઠ થયેલ તો મારી સરખી રીતે સારવાર પણ કરાવી નહોતી. જેથી હું રાજકોટમાં સારવાર માટે આવી પણ સાસુ-સસરાએ સપોર્ટ નહી કરતા સારવારનો ખર્ચ પિતાએ ભોગવ્યો હતો. એ બાદ હું કેનેડા પાછી ગઇ તો મારો પતિ મારી સાથે તોછડાઇ ભર્યું વર્તન કરતો હતો. આ દરમ્યાન મને લેબર જોબ મળતા હું કામે જતી અને મને એમ કે હવે નિરવ મને સ્વીકારશે. પણ ઉલ્ટાનું તેને મારા પગારમાં રસ હતો લગ્ન જીવનમાં તેને કોઇ રસ ન હતો. 2019 માં હું રાજકોટ આવી ત્યારે નિરવના આ વર્તન બાબતે સાસુ-સસરાને વાત કરી હતી. તો તેમણે નિરવનો પક્ષ લઇ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. ત્યારબાદ કેનેડા ગઈ ત્યારે નિરવે ચોખ્ખું કહ્યું હતું કે, મને તારામાં રસ નથી તારા પૈસામાં રસ છે.
દરમિયાન ગર્ભ રહેતા નિરવે બાળક નહી રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં સતત માનસિક ત્રાસને કારણે મીસકેરેજ થઇ ગયા બાદ પણ સારવાર કરાવવાના બદલે અમારા ફેમેલી ડોકટરને હું માનસિક અસ્થિર હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં કેનેડામાં મારા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા ત્યાંની પોલીસ લઇ ગઈ હતી. જો કે ડૉક્ટરી તપાસ બાદ છોડી દીધી હતી. છતાં મિત્રોની સમજાવટથી ફરી એકવાર નિરવ સાથે રહેવા જતા તે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો હતો. અને ધંધો કરવા પિતા પાસે રૂપિયા લાવવાનું કહ્યું હતું. એટલું જ નહીં પોતે પિતાને વાત કરતા તેમણે થોડા-થોડા કરીને 45 લાખ રૂપિયા પણ આપ્યા હતા. પરંતુ આ રૂપિયા નિરવે આડેધડ વાપરી નાખ્યા હતા.
બાદમાં મારા સાસુ-સસરા અને નણંદ વારંવાર નિરવને ફોન કરી મારા વિરૂધ્ધમાં ચઢામણી કરતા હતાં. જેને લઈને પતિ ગુસ્સે થઇ મારા ઉપર હાથ ઉપાડી લેવાની સાથે છુટાછેડા લઇ લેવાની ધમકી આપતો હતો. પતિ કયારેક દારૂ પીને ઘરે આવી ક્રુરતાપુર્વક સંબંધ બાંધતો અને ખરાબ વર્તન કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી આ બાબતે મે તેના વિરુદ્ઘમાં કેનેડા પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. આ બાબતે કાર્યવાહી થયા બાદ પતિએ ઘરે આવવાનું બંધ કરી છુટાછેડાની નોટીસ મોકલી આપી હતી.
ત્યારબાદ પતિનો સંપર્ક કરતાં થતો ન હોવાથી પીડિતા તા.22/09/2020ના રાજકોટ પરત આવીને સાસુ સસરા પાસે પહોંચી હતી. જો કે તેમણે ઘરમાં પ્રવેશ નહીં આપતા માતા-પિતાનાં ઘરે આવી છે. હાલમાં તો મહિલા પોલીસે સાસુ આશાબેન, સસરા મગનભાઇ પુંજાભાઇ ઘોડાસરા તથા નણંદ કનીકાબેન મગનભાઇ ઘોડાસરા વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. અને કેનેડા ખાતે જોબ કરતા પતિ સહિતનાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.