• અગાઉ સંદિપસિંઘનું એકાઉન્ટ હેક થયું હોવાની ચર્ચા ચાલી હતી
  • સંદિપસિંઘના નામે નવું એકાઉન્ટ બનાવી ઓનલાઇન પરિચીત લોકોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવામાં આવી
  • પોતે મુસીબતમાં છે, પૈસાની જરૂર છે એવા ખોટા મેસેજ કરી ઓનલાઇન નાણા મેળવી છેતરપીંડી કરવાના કિસ્સા અવારનવાર બનતા રહે છે

WatchGujarat. રેન્જ આઇજી સંદિપસિંઘ પણ સાયબર ક્રાઇમ આચારનારાનો શિકાર બન્યા છે, તેમના નામનું બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી તેમના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં જેણે રિકવેસ્ટ સ્વીકારી તેને પૈસાની મદદ માટેના મેસેજ મોકલી ઠગાઇનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ ક્રાઇમને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જો કે અગાઉ સંદિપસિંઘનું એકાઉન્ટ હેક થયું હોવાની ચર્ચા ચાલી હતી. જો કે તેમણે આ વાતનું ખંડન કરી પોતાના નામે નવું એકાઉન્ટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું હતું.

સંદિપસિંઘે જણાવ્યા મુજબ, તેમનું ફેસબૂક એકાઉન્ટ કોઇએ હેક નથી કર્યુ પરંતુ તેમના નામનું નવું જ ફેસબૂક એકાઉન્ટ બનાવી લીધુ હતું. અને બાદમાં તેમના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની શરૂઆત કરી હતી. રિકવેસ્ટ સ્વીકારનારાઓને એમ થયું હતું કે તેમણે નવું એકાઉન્ટ બનાવ્યું હશે. ત્યારબાદ જે કોઈએ નવા એકાઉન્ટની રિકવેસ્ટ સ્વીકારી તેમને પૈસાની મદદ માટેના મેસેજ મળવા માંડ્યા હતાં. તેમના નામે રૂપિયાની માંગ કરતા મેસેજ મિત્રોને મળતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં કોઈએ તેમના નામનું એકાઉન્ટ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવી અથવા તો એકાઉન્ટ હેક કરીને જેટલા પણ મિત્રો ફ્રેન્ડ લિસ્ટમાં હોય તેને મેસેજ કરીને પોતે મુસીબતમાં છે, પૈસાની જરૂર છે એવા ખોટા મેસેજ કરી ઓનલાઇન નાણા મેળવી છેતરપીંડી કરવાના કિસ્સા અવારનવાર બનતા રહે છે. તેવામાં રાજકોટના રેન્જ આઇજીનું જ બોગસ એકાઉન્ટ બનતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud