• રેમડેસિવિર ઇન્જેશકનના કાળાબજાર અટકાવવા તેમજ આવા તત્વોને ઝડપી લેવા કમિશ્નર દ્વારા તમામ પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી
  • ઇન્જેકશનના કાળાબજાર કરનાર દેવાંગ મેર કોડીનાર ખાતે નર્સીંગનો કોર્ષ કરી ચૂક્યો છે
  • ઇન્જેકશન ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યા હતા? એ દિશામાં પૂછપરછ શરૂ કરતા આ કૌભાંડમાં વધુ કેટલાક નામ ખુલવાની શક્યતા

WatchGujarat. મહામારીમાં પણ લોકોને લૂંટવાના ઈરાદાથી રેમડેસીવીર ઇન્જેકશનનાં કાળાબજાર કરતા તત્વો પર ક્રાઇમ બ્રાંચના સ્ટાફે વોચ ગોઠવીને રૂ. 10 હજારમાં 1 ઇન્જેકશન વેચતા ગીર સોમનાથના રામપરા ગામના શખસને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી કુલ 4 ઇન્જેકશન, બાઇક, મોબાઇલ સહિત કુલ રૂ. 41,398 નો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીએ તેના મિત્ર પાસેથી ઇન્જેકશન મેળવ્યાની કબૂલાત આપતા તેના મિત્રને પણ અટકાયતમાં લઇને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, રેમડેસિવિર ઇન્જેશકનના કાળાબજાર અટકાવવા તેમજ આવા તત્વોને ઝડપી લેવા કમિશ્નર દ્વારા તમામ પોલીસ અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે.જાડેજાએ અને સ્ટાફને પણ ખાસ વોચમાં હતો. દરમિયાન ગોકુલધામનાં 24 વર્ષીય દેવાંગ મેણસીભાઇ મેરે દર્દીનાં સગા અભયભાઇ ત્રિવેદીને રૂ. 30 હજારમાં 3 ઇન્જેકશન આપ્યા હતા.

જો કે અભયભાઈએ કાળાબજારીયાને ખુલ્લા પાડવા વધુ એક ઇન્જેકશન મગાવ્યું હતું. તેમજ દેવાંગે રાતે ઇન્જેકશન પહોંચાડીશ તેવું કહેતા જ અભયભાઇએ પોલીસને જાણ કરી હતી. માહિતીના આધારે પોલીસે ગુરુપ્રાસદ ચોક પાસે ગુણાતીતનગરમાં વોચ ગોઠવીને દેવાંગને અટકાયતમાં લઇ લીધો હતો. દેવાંગ પાસેથી એક રેમડેસિવિર ઇન્જેકશન મળી આવ્યું હતું. પોલીસે ઇન્જેકશન, 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન અને 20 હજારની કિમતનું બાઇક તથા આગલા દિવસે વેચેલા અન્ય ત્રણ ઇન્જેકશન પણ કબજે કર્યા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, ઇન્જેકશનના કાળાબજાર કરનાર દેવાંગ મેર કોડીનાર ખાતે નર્સીંગનો કોર્ષ કરી ચૂક્યો છે. અને હાલ રાજકોટમાં રહી હોમકેર સેવા આપે છે. રેમડેસિવિરની ઇન્જેકશનની અછત સર્જાતા દેવાંગે કમાઇ લેવાની લાલચમાં મિત્ર પરેશ હરસીભાઇ વાજા પાસેથી લીધા હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે પરેશ વાજાને પણ પૂછપરછના હેતુસર અટકાયતમાં લઇ તેણે ઇન્જેકશન ક્યાંથી અને કોની પાસેથી મેળવ્યા હતા? એ દિશામાં પૂછપરછ શરૂ કરતા આ કૌભાંડમાં વધુ કેટલાક નામ ખુલવાની શક્યતા જોવાઇ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud