• આંતરરાષ્ટ્રીય જળસીમા પર વર્ચસ્વ જમાવવા માટે હાલમાં પીએમસીના નવા કમાન્ડોની મોટેપાયે ભરતી કરવામાં આવી છે
  • પાંચ પોરબંદરની અને 1 વેરાવળની બોટ જેમાં માછીમારો સારી માછલીની શોધમાં જતાં જ પીએમસી વાળા આવીને દાદાગીરી કરીને ઉઠાવી ગયા
  • વૈશ્વિક કટોકટી સમયે પાકિસ્તાને રાજકીય લક્ષ્યાંક હાંસલ કરવાની જગ્યાએ એક બીજા દેશોને મદદરૂપ થવાના પ્રયાસો કરવા જોઇએ

WatchGujarat. દુનિયા આખીય આજે કોરોના મહામારી સામે ઝઝુમી રહી છે. અને એક દેશ કેવી રીતે અન્ય દેશને મદદરૂપ થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. તેવા સમયે પાકિસ્તાની મરીન દ્વારા વધુ એક વખત નાલાયકી કરવામાં આવી છે. પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા 6 સાથે 36 ભારતીય બોટ માછીમારોનું અપહરણ કરાયું છે. પાકિસ્તાનના કૃત્યને કારણે સિક્યુરીટી એજન્સીઓ વધુ સતર્ક બની છે. તાજેતરમાં કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટમાં ઇન્ડિયામાં લવાતું કરોડો રૂપિયાના ડ્રગ્સનું કન્સાઇમેન્ટ પકડી પાડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આંતરરાષ્ટ્રીય જળસીમાં પર પાકિસ્તાન તરફે પીએમસી કમાન્ડો સઘન પેટ્રોલીંગ કરે છે. અને નોંધનીય સંખ્યામાં તેઓની હાજરી બોર્ડર નજીક જોવા મળે છે. તાજેતમાં પાકિસ્તાન પીએમસી કમાન્ડો દ્વારા છ બોટનું અપહરણ કર્યું હતું. છ બોટમાં પાંચ પોરબંદરની અને 1 વેરાવળની છે જે સારી માછલીની શોધમાં માછીમારો જતાં જ પીએમસી વાળા આવીને દાદાગીરી કરીને ઉઠાવી ગયા હતા. ગત ગુરુવારના આઈ.એમ.બી.એલ. પાસેથી એટીએસ અને કોસ્ટગાર્ડે માણસોને પકડ્યો ત્યારે શંકા ગઈ હતી કે, આઈએમબીએલ પાસે પાકિસ્તાનની એજન્સીઓની સાંઠગાઠ હોય તો પહોંચાય અને તેમને છૂપા આશીર્વાદ પણ હતા.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય જળસીમા પર વર્ચસ્વ જમાવવા માટે હાલમાં પીએમસીના નવા કમાન્ડોની મોટેપાયે ભરતી કરવામાં આવી છે. અને આ જ કમાન્ડો દ્વારા અવાર નવાર નાલાયકી કરીને ભારતીય નાવિકોનું અપહરણ કરવામાં આવતું હોય છે. જેને લઇને આંતરરાષ્ટ્રીય જળસીમા પર વાતાવરણ તંગ બનતું હોય છે. જળ સીમા પર બંને દેશો દ્વારા આધુનિક બોટો અન્ય દેશો પાસેથી મેળવી અને કમાન્ડોને આધુનિક હથિયારથી સજ્જ કરવામાં આવ્યા છે.

હિંદ મહાસાગરમાં ચીન પોતાનો કબજો બનાવી રહ્યો છે, તો મોટાભાગના જળવિસ્તારમાં પાક પણ પાછળ રહેવા માંગતું ન હોય તેમ અરબ સાગરમાં પોતાનું વર્ચસ્વ જમાવવામાં મથી રહ્યું છે. જોકે ભારતીય એજન્સીઓની મજબુતાઇને કારણે પાકિસ્તાન માત્ર નાલાયકી કરીને જુજ ભારતીયો માછીમારોના અપહરણ કરવામાં જ સફળ થઇ શકે છે. વૈશ્વિક કટોકટી સમયે પાકિસ્તાને રાજકીય લક્ષ્યાંક હાંસલ કરવાની જગ્યાએ એક બીજા દેશોને મદદરૂપ થવાના પ્રયાસો કરવા જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud