એલસીબીએ કર્ણાટકની નાયડુ ગેંગના 4 આરોપીને રૂ. 3.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
બે માસ પહેલા શાપર નજીક થયેલી 5 લાખની તફડંચી સહિત 11 ગુનાની કબૂલાત
ગેંગના શખ્સોને પકડવાથી અનેક ગુનાઓનો ભેદ ઉકેલાવવાની શક્યતા
WatchGujarat. ગ્રામ્ય એલસીબીએ કર્ણાટકની નાયડુ ગેંગના 4 આરોપીને રૂ. 3.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આરોપીઓએ બે માસ પહેલા શાપર નજીક થયેલી 5 લાખની તફડંચી સહિત 11 ગુન્હાની કબૂલાત પણ આપી છે. પોલીસે શાપર નજીકથી આ ગેંગનાં 4 સભ્યોને ઝડપી લઈ પૂછપરછ કરતા આ ગેંગે રાજકોટ જિલ્લા ઉપરાંત રાજસ્થાનમાં પણ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જેમાં હજુપણ વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા સેવાઈ રહી છે.
જાણવા મળતી વિગત મુજબ શાપર નજીક બે મહિના પહેલા રૂા.5 લાખની તફડંચી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શાપર નજીકથી કર્ણાટકની નાયડુ ગેંગના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓપાસેથી રૂા.2.80 લાખની રોકડ અને વાહનો સહિત રૂા.3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ પુછપરછમાં આ ગેંગ દ્વારા ગુજરાત અને રાજેસ્થાનમાં 11 ગુન્હા આચર્યાની કબુલાત આપી હતી. જેમાં નાયડુ ગેંગ દ્વારા શાપર પાસે રૂ. 5 લાખની તફડંચી ઉપરાંત ગાંધીનગરમાં 5 લાખની લૂટ, તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં 3 બનાવ, રાજસ્થાનના જયપુર અને જડુ જિલ્લામાં 2 બનાવ, જામનગરમાં એક બનાવ સામેલ છે.
જાણો નાયડુ ગેંગની મોડસ ઓપરેન્ડી
ગેંગની મોડસ ઓપરેંડી મુજબ બેન્ક અને આંગડિયા પેઢી નજીક આ લોકો રેકી કરતા હતા. અને જે લોકો બેન્ક અથવા આંગડિયા પેઢીમાંથી મોટી રોકડ લઈને નીકળતા હોય તેમનો પીછો કરી રસ્તામાં તેમને ‘તમારા બાઈકમાંથી ઓઈલ ઢોળાઈ છે’ તેમ કહી નજર ચુકવી અથવા ખંજવાળનો પાવડર છાંટી તેમની પાસે રહેલી રોકડ રકમની તફડંચી કરી નાસી જતા હતા.