• બ્લેકમેઇલીંગના ગુનામાં પકડાયેલા ભચાઉના ખૂંખાર અપરાધી હરિશ્ચંદ્રસિંહ બળવતંસિંહ વાઘેલાએ પણ સ્ટોન કિલર ત્રાસ આપતો હોવાના આરોપ
  • બન્નેને પોલીસ જાપ્તા હેઠળ સિવીલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી

#Rajkot - 3 નિર્દોષોને પથ્થરો વડે છૂંદનારા સ્ટોન કિલરે જેલમાં દવાઓ ખાઈ આપઘાતનો સ્ટંટ કર્યો

WatchGujarat. આજે સ્ટોન કિલર સહિત બે ઝનૂની કેદી વચ્ચે લાંબા સમયથી ચાલતા રહેલા ડખામાં બંનેએ જેલમાં પોતાની જાતને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ-ત્રણ નિર્દોષોને પથ્થરો વડે છૂંદી મોતને ઘાટ ઉતારનારા સ્ટોન કિલર હિતેષ દલપતરામ રામાવતે ઝેરી ટકડાં ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બ્લેકમેઇલીંગના ગુનામાં પકડાયેલા ભચાઉના ખૂંખાર અપરાધી હરિશ્ચંદ્રસિંહ બળવતંસિંહ વાઘેલાએ પણ સ્ટોન કિલર ત્રાસ આપતો હોવાના આરોપ સાથે દિવાલ સાથે માથા અફળાવીને પોતાને જ ઇજા કરી હતી. જેને પગલે બંનેને બન્નેને પોલીસ જાપ્તા હેઠળ સિવીલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. #નિર્દોષો

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, સમલૈંગિક સંબંધો બાંધવાની લાલચ આપીને નિર્જન સ્થળે લઇ જઇ પથ્થરના ઘા ફટકારીને એક પછી એક ત્રણ હત્યા કરી હાહાકાર મચાવનાર સ્ટોન કિલર હિતેષ રામાવત લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યો છે. સ્ટોન કિલર હિતેષે ગઇકાલે રાતે જેલની બેરેકમાં દવાના વધુ પડતા ટિકડા ખાઇ લેતા તેની તબિયત લથડી હતી. દરમિયાન અન્ય એક કેદી હરિશ્ચંદ્રસિંહ વાઘેલાએ પણ બેરેકમાં દિવાલ સાથે પોતાના માથા અફળાવતા તેને ઇજા થઇ હતી. જેને લઈને લોખંડી જાપ્તા સાથે બંનેને સિવીલનાં પ્રિઝનર વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા છે. #નિર્દોષો

હરિશ્ચંદ્રસિંહ વાઘેલાએ પોલીસને જણાવ્યા મુજબ, જેલમાં તેને સ્ટોન કિલર હિતેષ ત્રાસ આપતો હોવાથી તેની વિરૂધ્ધ જેલતંત્રને ફરિયાદ, અરજી કરવા માગતો હતો. પરંતુ અરજી નહીં કરી શકતા આવેશમાં આવીને પોતે દિવાલ સાથેમાથા અફળાવ્યા હતા. આ બનાવ પછી જેલ સત્તાધિશો કડક કાર્યવાહી કરશે એવા ડરથી સ્ટોન કિલર હિતેષે તેની સારવારની દવા વધુ માત્રામાં ગળી જઇ આપઘાતની કોશિષ કરી હોવાનો ખુલાસો રજૂ કર્યો હતો. #નિર્દોષો

જો કે સ્ટોન કિલરે પોતે વધુ પડતી માત્રામાં ટિકડા ખાઇ લેવા પાછળના કારણ અંગે મૌન સેવી લીધું છે. હિંસક મનોવૃત્તિ ધરાવતા ઝનૂની કેદીએ જેલમાં એક જ સમયે પોતાની જાતને નુકશાન પહોંચાડવાની કરેલી હરકત પાછળ કોઇ કાવતરું હોવાની શક્યતા જોવાઇ રહી છે. એક ચર્ચા મુજબ લાંબા સમયથી જેલની ચાર દિવાલ વચ્ચે કેદ બન્ને આરોપીએ જેલની બહાર નિકળવા માટે રચેલા પૂર્વયોજીત કાવતરાના ભાગરુપે આવું કૃત્ય કર્યું છે. જો કે હાલ તો બંને આરોપીઓ ઉપર કડક જાપ્તો ગોઠવી દેવાયો છે.

More #નિર્દોષો #Stone killer #attempt to #Suicide #in Jail #under treatment #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud