• યુવકનું બાઇક તેમજ મોબાઇલ કાલાવડ રોડ ઉપર અવધનાં ઢાળિયા પાસે હોવાની પરિચિતે જાણ કરી
  • યુવકનું ખરેખર અપહરણ થયું છે કે પછી અન્ય કાંઇ? એ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

#Rajkot - ભેદી સંજોગોમાં છરીનાં ઘા ઝીંકીને યુવકનું અપહરણ, અજાણ્યા શખ્સે પિતરાઈ ભાઈને કર્યો ફોન

WatchGujarat. શહેરમાં ભેદી સંજોગોમાં છરીનાં ઘા ઝીંકી યુવકનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. યુવકનું બાઇક તેમજ મોબાઇલ કાલાવડ રોડ ઉપર અવધનાં ઢાળિયા પાસે હોવાની પરિચિતે જાણ કરતા બાઇક- મોબાઇલ મળી આવ્યા છે. જોકે આપહેલાં અજાણ્યા શખ્સે પિતરાઈ ભાઈને ફોન કરીને ન્યારી ડેમ નજીક કરણને છરીના ઘા મારીને બે અજાણ્યા શખ્સો કારમાં ઉઠાવી ગયાની જાણ કરી હોવાથી રહસ્યય ઘેરું બન્યું છે. ત્યારે યુવકનું ખરેખર અપહરણ થયું છે કે પછી અન્ય કાંઇ? એ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, મવડીની માટેલ સોસા. માં સોસાયટીમાં રહેતા 24 વર્ષીય એભલ પાલાભાઇ ગોગરાએ પિતરાઇ ભાઇ કરણ ગોગરાનું અજાણ્યા શખસો અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ, પોતે ગઇકાલે બપોરે નોકરી પર હતો. ત્યારે પિતરાઇ કરણના મોબાઇલ નંબર પરથી અજાણ્યા શખ્સે ફોન કરીને તમે કરણના શું સગા થાઓ છો? તેમ પૂછ્યું હતું. કરણ તેના કાકાનો દિકરો છે તેમ કહેતા તેણે કરણનું બાઇક અને મોબાઇલ ન્યારી ડેમ પાસે પડ્યા હોવાનું તેમજ અજાણ્યા બે શખ્સો તેને છરીના ઘા મારી ફોર વ્હીલમાં ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું.

જો કે ડેમની ચારે તરફ તપાસ કરવા છતાં કરણ કે તેનું બાઇક, મોબાઇલ મળ્યા ન હતા. આથી પિતાને તેમજ કરણના સસરા દેવાણંદભાઇ મઠીયાને ફોન કરીને ન્યારી ડેમ બોલાવી ફરી શોધખોળ આરંભી હતી. દરમિયાન મિત્ર વિશાલ રાજ્યયગુરુએ ફોન કરીને કરણનું બાઈક અને મોબાઇલ અવધના ઢાળીયા પાસે પડ્યા હોવાની જાણ કરતા ત્યાંથી બાઇક અને તેમાં આગળ રાખેલો મોબાઇલ મળી આવ્યા હતા.જોકે બાઇકમાં ચાવી ન હતી. લાંબા સમય સુધી કરણનો કોઇ પત્તો નહીં મળતા પોલીસને જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, જેનું અપહરણ કરાયું હોવાની શંકા દર્શાવાઇ રહી છે તે કરણ શેર બજારના ધંધા સાથે સંકળાયેલો છે અને સ્પર્ધાત્મ પરિક્ષાની તૈયારી કરી રહ્યાનું તેના પરિવારજનોએ જણાવ્યું છે. ત્યારે યુવકનું ખરેખર અપહરણ થયું છે કે તેના અચાનક ગુમ થવા પાછળ અન્ય કોઇ કારણ છે ? તેમજ અગાઉ બાઈક તેમજ મોબાઈલ વિશે ખોટી જાણકારી આપતો કોલ કોણે કર્યો ? સહિતના રહસ્યોનો ભેદ ઉકેલવા તાલુકા પોલીસે લાપત્તા યુવકના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

More #છરી #kidnap case #police #investigation #started #Rajkot news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud