• ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં શહેરની જુદી જુદી હોસ્પિટલમાં મળીને કુલ 67 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા
  • કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે CM રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી
  • 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા તેમની ડિટેઇલ મેળવી તમામ મુસાફરોને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરવામાં આવી

WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અને આ સંક્રમણને અટકાવવાનાં તંત્રના તમામ પ્રયાસો નાકામ બની રહ્યા છે. ત્યારે આજે વધુ 67 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જોકે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. બીજીતરફ શહેરનાં રેલવે સ્ટેશન ખાતે કુંભમેળામાંથી પરત આવેલા 80 જેટલા લોકોના ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 13નાં રિપોર્ટ પોઝીટીવ છે.

સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં શહેરની જુદી જુદી હોસ્પિટલમાં મળીને કુલ 67 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જો કે આ પૈકી મોટા ભાગના દર્દીઓ બ્લડપ્રેશર તેમજ ડાયાબીટીસ જેવી અન્ય બીમારીઓથી પીડિત હોવાનું જણાવાયું છે. ત્યારે આ પૈકી કેટલા લોકોના ડેથ કોરોનાને કારણે થયા છે તેનો નિર્ણય કાલે આવશે.

જાણવા મળતી વિગત મુજબ કોરોનાની સ્થિતિ અને એના નિયંત્રણ માટે CM રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી. ત્યારે જામનગર ખાતે જાહેરાત કરવામાં આવી હતી કે કુંભમાં ગયેલા એક પણ વ્યક્તિને સીધી રીતે પ્રવેશ આપવામાં આવશે નહીં તમામ મુસાફરોના ટેસ્ટ કરી આઇસોલેટ કરવામાં આવશે. જોકે તેમાં પણ RT-PCRના બદલે રાજકોટ રેલવે સ્ટેશને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આજે સવારે દેહરાદુન ઓખા ટ્રેન રાજકોટ આવી પહોંચી હતી. જેમાં હરિદ્વાર કુંભમેળામાંથી આવેલા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જંકશન રેલવે સ્ટેશન ખાતે 80 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 13 દર્દીના રિપોર્ટ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. આ 13 મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા તેમની ડિટેઇલ મેળવી તમામ મુસાફરોને આઇસોલેટ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud