• પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી અપસેટ વેલ્યુ કરતા અનેક ઘણી ઉંચી કિંમતે પ્લોટ વેચાયો
  • મોટી ખરીદીને પગલે પાલિકાને રેવન્યુનો 33 ટકા ટાર્ગેટ એક ઝાટરે પુર્ણ થયો
  • પ્લોટની ખરીદી PM નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક ગોપાલ ચુડાસામા અને તેના પાર્ટનર ચેતન રોકડે કરી

WatchGujarat. એકતરફ લોકડાઉનને કારણે મંદીની વાતો ચાલી રહી છે. અને જમીન-મકાન સહિતની વસ્તુના ભાવો ઘટી રહ્યા હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓ ખોટી હોવાની સાબિતી આપતી હકીકત સામે આવી છે. જેમાં રૂ. 1.25 કરોડ અપસેટ પ્રાઈઝનો પ્લોટ PM મોદીનાં સમર્થકે રૂપિયા 118.16 કરોડ રૂપિયામાં ખરીદતા મહાનગરપાલિકાનો 33% ટાર્ગેટ એક ઝાટકે પૂરો થઈ ગયો છે.

રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોંઘા પ્લોટનું વેચાણ થયું છે. આ અંગે જાણવા મળી રહેલી વિગત મુજબ, કોર્પોરેશનની હદમાં આવેલ નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાનામૌવા ખાતે કુલ 9438 ક્ષેત્રફળના પ્લોટની ગઈકાલે ઓનલાઇન હરરાજી રાખવામાં આવી હતી. જેમાં 3 અલગ-અલગ પેઢીએ ભાગ લીધો હતો. આ પ્લોટની અપસેટ કિંમત મનપાએ રૂ. 1.25 કરોડ રાખી હતી. જો કે ઓમ નાઇન સ્કવેર એલએલપી નામની પેઢીએ રૂપિયા 118,16,37,600 કિંમતે આ પ્લોટ ખરીદ કરી લીધો છે.

આ પ્લોટની ખરીદી PM નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક ગોપાલ ચુડાસામા અને તેના પાર્ટનર ચેતન રોકડે કરી છે. ગોપાલ ચુડાસમા હાલ રાજકોટ પેટ્રોલપંપ એસો.ના પ્રમુખ અને સુપ્રસિદ્ધ બિલ્ડર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યા હતા, તે જ દિવસે તેઓએ ઓટોરિક્ષા ચાલકોને પોતાના પેટ્રોલપંપ પરથી એક દિવસ નિઃશુલ્ક CNG ગેસનું વિતરણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ. 300 કરોડનો જમીન વેંચાણનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેની સામે નવી બોડીના પ્રથમ મહિનામાં અને બજેટની બહાલીના બોર્ડ પહેલા 33% નો ટાર્ગેટ એક જ સોદામાં પૂરો થઇ ચુક્યો છે. જેને લઈને હવે ચાલુ વર્ષે બજેટનું લક્ષ્યાંક પુરૂં કરવામાં કોઈ મુશ્કેલી પડી શકે તેમ નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud