• વોર્ડ નંબર 7માં આવેલા હાથીખાના વિસ્તારની શેરી નંબર 4માં બપોરે ચારેક વાગ્યાનાં સુમારે અચાનક પાણીની પાઇપલાઇન તૂટી
  • આસપાસનાં કેટલાક બાળકોએ તો આ પાણીના ફુવારાની નીચે સ્નાન કરવાની મોજ માણી
  • સમગ્ર ઘટનાને સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી

WatchGujarat. શહેરમાં પાણીની પાઈપલાઈન તૂટવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આજે બપોરનાં સમયે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હાથીખાના નજીક જ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા 20 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. એટલું જ નહીં કેટલાક લોકો તો આ ફુવારા નીચે સ્નાન કરતા જોવા મળ્યા હતાં. સમગ્ર ઘટનાને સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો વાયરલ થયો છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરના વોર્ડ નંબર 7માં આવેલા હાથીખાના વિસ્તારની શેરી નંબર 4માં બપોરે ચારેક વાગ્યાનાં સુમારે અચાનક પાણીની પાઇપલાઇન તૂટી હતી. જેને પગલે 20 ફૂટ ઉંચા ફુવારા ઉડ્યા હતા. સાથે જ આ પાણીનો પ્રવાહ વીજતારો સાથે અડકતો જોવા મળ્યો હતો. આસપાસનાં કેટલાક બાળકોએ તો આ પાણીના ફુવારાની નીચે સ્નાન કરવાની મોજ માણી હતી. અડધો કલાક સુધી આ ફુવારા ચાલુ રહ્યા હતા. જેમાં રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. બાદમાં તંત્રને જાણ થતાં પાણીની સપ્લાય બંધ કરી સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.

મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું કે હાથીખાના વિસ્તારમાં પાણીની મુખ્ય પાઈપલાઈન બદલવામાં આવી છે. સાથે આ વિસ્તારમાં નવા નળ જોડાણ આપવાની કામગીરી ચાલુ છે. જેમાં 400 જેટલા ભૂતિયા જોડાણ મળી આવ્યા હતા. અને આ કારણે લોડ વધતા પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. હાલ તો પાઇપલાઇન પૂર્વવત કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં બાકીના 300 જેટલા લોકો તેના નળ જોડાણને કાયમી કરવાની રકમ ભરશે ત્યારે તેનું કનેક્શન પણ શરૂ કરી દેવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud