- ગત મોડી રાતે લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડો જોવા મળ્યો
- તપાસ કરતાં શનિવાર અને રવિવારનાં રોજ દિપડો આટા મારતો હોવાનુ સામે આવ્યુ
WatchGujarat. ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સિંહે ધામાં નાખ્યા છે. રાજકોટમાં એક તરફ સિંહની લટાર તો બીજી તરફ લોધિકમાં દીપડો દેખાયો છે. સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ગત મોડી રાતે લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડો જોવા મળ્યો હતો. આ દીપડાએ ગામમાં 6 જેટલા શ્વાનનું મારણ કર્યું છે. જેથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો વાડીએ જતાં પણ ડરી રહ્યાં છે.
જાણવા મળતી વિગતો મુજબ લોધીકા તાલુકાનાં ખીજડીયા ગામે દીપડો દેખાયો છે. દીપડો રાત્રે 9 વાગ્યા આસપાસ ખીજડિયા ગામના રોજીયા માર્ગ પર જોવા મળ્યો હતો. જે વાતની પુષ્ટી ખુદ ખીજડીયા ગામનાં સરપંચ અને ગ્રામવાસીએ કરી છે. એક તરફ સિંહની લટાર અને બીજી તરફ હવે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગામના સરપંચ મિલન કથીરિયાએ જણાવ્યું હતું કે, મેટોડા નોકરી કરતા લોકો જ્યારે ગામ પરત ફરી રહ્યાં હતા. ત્યારે ખીજડીયાના રોજીયા માર્ગ પર દીપડો જોવા મળ્યો હતો. આ દીપડ રાતે 9 વાગ્યા આસપાસ જોવા મળ્યો હતો. જેથી તે લોકોએ વીડિયો મારા મોબાઈલમાં મોકલ્યો હતો. જેથી અમે વનવિભાગને જાણ કરી દીધી છે. તપાસ કરતાં શનિવાર અને રવિવારનાં રોજ દિપડો આટા મારતો હોવાનુ સામે આવ્યુ છે.