• આવાસમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધા અપાશે
  • લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો ગુજરાત ના રાજકોટ, ઉત્તરપ્રદેશનાં લખનઉ, ઝારખંડનાં રાંચી, ત્રિપુરાનાં અગ્રતલા, એમપીનાં ઇન્દોર અને તમિલનાડુ નાં ચેન્નાઈની પસંદગી કરવામાં આવી

#Rajkot - PM મોદીનાં હસ્તે થશે 118 કરોડનાં તૈયાર થનાર 'લાઈટ હાઉસ' પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત, જાણો ખાસિયતો

WatchGujarat. મનપા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તાર ખાતે રૂપિયા 118 કરોડના ખર્ચે “લાઈટ હાઉસ” આવાસનું નિર્માણ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ખાસ સહાયથી તૈયાર થનાર આ પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. આ તકે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. આવાસમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધા પણ આપવામાં આવનાર હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. #PM Modi

#Rajkot - PM મોદીનાં હસ્તે થશે 118 કરોડનાં તૈયાર થનાર 'લાઈટ હાઉસ' પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત, જાણો ખાસિયતો

કેન્દ્ર સરકારના મીનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરીને ભારતમાં જ અનુકુળ તેવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી હતી. અને આ અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો ગુજરાત ના રાજકોટ, ઉત્તરપ્રદેશનાં લખનઉ, ઝારખંડનાં રાંચી, ત્રિપુરાનાં અગ્રતલા, એમપીનાં ઇન્દોર અને તમિલનાડુ નાં ચેન્નાઈની પસંદગી કરવામાં આવી છે.

#Rajkot - PM મોદીનાં હસ્તે થશે 118 કરોડનાં તૈયાર થનાર 'લાઈટ હાઉસ' પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત, જાણો ખાસિયતો

આ પ્રોજેકટ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીની નિમણુંક પણ કરી લેવામાં આવી છે. સમગ્ર કામગીરી MOUHA (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ)ના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ મનપા દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. #PM Modi

આ પ્રકારના ખાસ આવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. 1.5 લાખની સહાય આપવાની સાથે નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર પ્રતિ આવાસ રૂ.4.00 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશનની ગ્રાન્ટ આપશે. જે અંતર્ગત રૂ. 118 કરોડના ખર્ચે EWS-II (40.00 ચો.મી.) પ્રકારના 1144 આવાસો (G 13) નું નિર્માણ કરવામાં આવશે. રૈયા સ્માર્ટ સિટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થશે. #PM Modi

ઉલ્લેખનીય છે કે, આ આવાસ યોજના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોઇ લાભાર્થીઓ માટે એક નવું જ નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધા સાથે LED લાઈટ તેમજ પણ આપવામાં આવશે.

More #Light house #Project #PM Modi #inaugurate #Rajkot news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud