રાજકોટમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સીંહ ત્રિપુટીએ ધામા તો નાખ્યા છે
કાલાવડના પીઠડીયા ગામમાં આવેલ એક ખુલ્લા મેદાનમાં દિપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો
WatchGujarat. જિલ્લો માંસાહારી પ્રાણીઓનું બીજું ઘર બની હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સીંહ ત્રિપુટીએ ધામા તો નાખ્યા જ છે. પરંતું તેની સાથે સાથે તેમને કંપની દેવા દિપડો પણ આવી ચૂક્યો છે. જેને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. જિલ્લાનાં પડધરીનાં રોજીયા ગામની નદીમાં દિપડો દેખાયા બાદ હવે તે દિપડો કાલાવડના પીઠડીયા ગામમાં જોવા મળ્યો છે. જેથી ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી ગઈ છે. કાલાવડના પીઠડીયા ગામમાં આવેલ એક ખુલ્લા મેદાનમાં દિપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. #Rajkot
https://youtu.be/TdP3RSn9NmM
કાલાવડ તાલુકાનાં પીઠડીયા ગામના ખેતરોમાં અને ખુલ્લા પટમાં દીપડો જોવા મળતા વાડીમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોમાં દહેશત ફેલાઇ છે. અને રાત્રે ખેતરમાં પાણી વાળવા જતાં ખેડૂતો પણ બીકના મારે ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. દીપડો ગામમાં ઘૂસી ગયો હોવાની જાણ થતાં જ વનવિભાગ તાત્કાલીક કાલાવડ ગામ ગયું હતું અને દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે દીપડો જોવા આવતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. વન્ય પ્રાણીઓ જંગલમાંથી ગામડાઓ તરફ આવવાના કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં દેહશતનો માહોલ જોવા મળી રહ્યો છે. #Rajkot
ગઇકાલે લોધિકમાં દીપડો દેખાયો હતો. સિંહે દેખા દીધા બાદ હવે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બે દિવસ પહેલા મોડી રાતે લોધીકાના ઉંડ ખીજડિયામાં દીપડો જોવા મળ્યો હતો. આ દીપડાએ ગામમાં 6 જેટલા શ્વાનનું મારણ કર્યું હતું. જે વાતની પુષ્ટી ખુદ ખીજડીયા ગામનાં સરપંચ અને ગ્રામ વાસીએ કરી છે. એક તરફ સિંહની લટાર અને બીજી તરફ હવે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
More #Lion #leopard #seen #together #video #Kalavad #Rajkot #Watchgujarat