• છેલ્લા દોઢેક મહિનાથી જિલ્લામાં સિંહોએ ધામા નાખ્યા
  • સિંહો ગતરાત્રે આજી ડેમનાં પાછળનાં ભાગ સુધી પહોંચ્યા હોવાનું ગામ લોકોએ જણાંવ્યુ
  • બે માદા અને એક નર એમ ત્રણ સિંહ આ પંથકમાં આંટાફેરા કરી રહયા છે

#Rajkot - આજીડેમની નજીક જંગલનાં રાજાએ કર્યું ગાયનું મારણ, જુઓ VIDEO

WatchGujarat. છેલ્લા દોઢેક મહિનાથી જિલ્લામાં સિંહોએ ધામા નાખ્યા છે. ત્યારે હવે આ સિંહો શહેરની તદ્દન નજીક આજીડેમ સુધી પહોંચી ગયા છે. ગતરાત્રે આ વિસ્તારમાં સિંહોએ ગાયનું મારણ કર્યું હતું. સિંહોનાં આંટાફેરા સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, રાજકોટનાં વડાળીની સીમમાં ચારેક દિવસથી રહેતા સિંહો ગતરાત્રે આજી ડેમનાં પાછળનાં ભાગ સુધી પહોંચ્યા હોવાનું ગામ લોકોએ જણાંવ્યુ હતુ. રાજકોટની પાદરમાં સિંહોનું ટોળુ આવી ગયુ હોય વન તંત્રમાં પણ દોડધામ મચી છે બીજી બાજુ આજી ડેમના આસપાસનાં એરીયામાં વાડી-ફાર્મ હાઉસ ધરાવનારા લોકોમાં પણ સિંહોને લઈને ડર ઉભો થયો છે. છેલ્લા દોઢેક મહિનાથી બે માદા અને એક નર એમ ત્રણ સિંહ આ પંથકમાં આંટાફેરા કરી રહયા છે. #આજીડેમ

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સિંહોએ 30 થી વધુ મારણ કર્યા છે. વડાળીનાં ખેડૂતો વાડીએ જવાનું ટાળી રહયા છે. કડકડતી ઠંડીમા સાવજોની હાજરીથી ગામ લોકો ભયથી ફફડી ઉઠયા છે. તો બીજીતરફ અન્ય બે સિંહોનું જૂથ જેતપુર તાલુકામાં ફરી રહયુ છે. પાંચ સિંહ અને ત્રણ સિંહોનું આ જૂથ બાવા પીપળીયા અને આરબ ટીંબડી આસપાસ ફરી રહયુ છે. આ પંથકમાં છેલ્લા બે મહિનાથી સાવજોના ધામા છે. બે દિવસ પહેલા એક વાછરડીનું મારણ કર્યુ હતુ.

More #આજીડેમ #Lion #spotted #near #residential #area #village #Rajkot News #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud