• કિસાનપરા વિસ્તારમાં વર્ષો સુધી અઘોરીનું જીવન જીવનાર બે ભાઈઓ અને બહેનને સાથી સેવા સંસ્થાએ બહાર કાઢ્યા
  • આજે બહાર નિકળેલા ભાઈ-બહેનને સંસ્થાનાં લોકોએ અન્ય લોકો સાથે પરિચય કરાવ્યો

WatchGujarat. શહેરનાં કિસાનપરા વિસ્તારમાં વર્ષો સુધી અઘોરીનું જીવન જીવનાર બે ભાઈઓ અને બહેનને સાથી સેવા સંસ્થાએ બહાર કાઢ્યા હતા. સંસ્થા દ્વારા હવે આ પૈકી એક ભાઈ અને બહેનને સામાજિક કાર્ય માટે સાથે રાખવાનું શરૂ કર્યું છે. જેમાં આજે બહાર નિકળેલા ભાઈ-બહેનને સંસ્થાનાં લોકોએ અન્ય લોકો સાથે પરિચય કરાવ્યો હતો. આ સાથે ભાઈ પૈસાની આપ-લે કરવાનું શીખ્યો તો બહેને શાક સુધાર્યું હતું.

સાથી સેવા સંસ્થાનાં જલ્પાબેન પટેલનાં કહેવા મુજબ, ત્રણેય ભાઈ બહેનની સ્થિતિમાં સારો એવો સુધારો થયો છે. જો કે સૌથી મોટા અંબરીશનાં પગ ખુલતા નહીં હોવાથી તેની સારવાર ચાલી રહી છે. પણ ભાવેશ અને મેઘના ઝડપથી સ્વસ્થ થવા લાગ્યા છે. આજે આ બંનેને સંસ્થાનાં અન્નક્ષેત્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ લોકોની સેવા કરી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો છે. આજે ભાવેશે પૈસાની આપ-લે શીખી હતી. જ્યારે મેઘનાએ શાક સુધારવામાં મદદ કરતી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવેથી અમે ભાવેશ અને મેઘનાને સાથે લઈ જઇશું. અને તેમને જાહેર જીવનમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ પણ ભાવેશને ક્રિકેટ રમાડી જૂની યાદો તાજી કરાવવામાં આવી હતી. જેમાં ભાવેશે જૂના મિત્રોને મળીને જૂની યાદો વાગોળી હતી. આ સાથે ત્રણેય ભાઈ-બહેનનો ડોક્ટરની સલાહ પ્રમાણે ઈલાજ કરવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે કહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud