સુત્રાપાડા વન વિભાગે ખૂંખાર દીપડાને ઝડપી પાડ્યો, પાંજરે પુરાતા જ શિકાર પણ ભૂલી ગયો
સુત્રાપાડા પંથકમાં 11 દિવસ પૂર્વે એક 7 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો
માનવભક્ષી દીપડાની દહેશતથી ગ્રામજનો ભારે ચિંતામાં મુકાયા હતા
11 દિવસની મહેનત બાદ અંતે આ ખૂંખાર દીપડાને ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી
પાંજરામાં પુરાઈ જતા દીપડો એટલો ગભરાઈ ગયો હતો કે, તેના મારણ માટે રાખેલ બકરા સામે જોવાની પણ તસ્દી લીધી ન હોતી
WatchGujarat સુત્રાપાડા પંથકમાં 11 દિવસ પૂર્વે એક 7 વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. માનવભક્ષી દીપડાની દહેશતથી ગ્રામજનો ભારે ચિંતામાં મુકાયા હતા. અને વન વિભાગને જાણ કરાઈ હતી. આજે 11 દિવસની મહેનત બાદ અંતે આ ખૂંખાર દીપડાને ઝડપી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. તેમજ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે અચાનક પાંજરામાં પુરાઈ જતા દીપડો એટલો ગભરાઈ ગયો હતો કે, તેના મારણ માટે રાખેલ બકરા સામે જોવાની પણ તસ્દી લીધી ન હોતી. અને બહાર આવવા ફાંફા મારવા લાગ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, સુત્રાપાડાના સોળાજ ગામે 11 દિવસ પૂર્વે દિનેશભાઈ નામનાં ખેડૂત જમવા બેઠા હતા. ત્યારે પરિવારની ત્રણ બાળકીઓ ફળિયામાં રમતી હતી. દરમિયાન અચાનક વીજળીની ઝડપે ખૂંખાર દીપડો આવી પહોંચ્યો હતો. અને કોઈ કંઈ પણ સમજે તે પહેલાં 7 વર્ષની માસુમ ક્રિષ્નાને લઈને નાસી છૂટયો હતો.
દીકરીની બૂમો સાંભળી જમતા-જમતા દિનેશભાઈ બહાર દોડ્યા હતા. તેમજ માસુમ પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. જેને પગલે લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને એકાદ કલાકની મહેનત બાદ આખરે બાળકીને દીપડાનાં મોઢામાંથી છોડાવવામાં સફળતા મળી હતી. અને દીપડાનાં હુમલામાં ગંભીર રીતે ઘાયલ માસુમને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે તાબડતોબ દિપડાને કેદ કરવા 3 પાંજરા ગોઠવી દીધા હતા. જે બાદ વનવિભાગની ટીમોએ આ જ વિસ્તારમાં ધામા નાખ્યા હતા. તેમની આ મહેનત બાદ આખરે 11 દિવસે દીપડો પકડાયો છે. હાલ માસુમની તબિયત સ્થિર છે. અને સુત્રાપાડા વન વિભાગ દ્વારા હિંસક દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
More #Gir-somnath #Sutrapada #leopard #Caught #WatchGujarat