વર્ષોથી એક ઓરડીમાં એકલવાયું જીવન જીવી રહેલા 65 વર્ષીય કંચનબેન મગનભાઈ પીપળીયાને બહાર કાઢવામાં આવ્યા
વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી ઓરડીમાં કેદ હોઈ તેમનાં વાળ 8 ફૂટ લાંબા થઈ ગયા
કંચનબેને લગ્ન કર્યા ન હોવાથી એક ઓરડીમાં એકલવાયું જીવન જીવતા - જલ્પાબેન પટેલ
WatchGujarat. તાજેતરમાં શહેરનાં કિસાનપરા વિસ્તારમાં વર્ષોથી એક ઓરડીમાં કેદ ભાઈ-બહેનોને સાથી સેવા ગ્રુપ દ્વારા બહાર લાવવામાં આવ્યા હતા. ત્યારે ધ્રોલમાં પણ આ ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે આવું જ માનવતા મહેકાવતું કાર્ય કર્યુ છે. અને ત્રણ મકાનનાં માલિક તેમજ 60 તોલા સોનુ હોવા છતાં વર્ષોથી એક ઓરડીમાં એકલવાયું જીવન જીવી રહેલા 65 વર્ષીય કંચનબેન મગનભાઈ પીપળીયાને બહાર કાઢ્યા હતા. નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળેલ આ વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી ઓરડીમાં કેદ હોઈ તેમનાં વાળ 8 ફૂટ લાંબા થઈ ગયા હતા. #Rajkot
https://youtu.be/-XBmXVgU-pk
જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, કંચનબેને લગ્ન કર્યા ન હોવાથી એક ઓરડીમાં એકલવાયું જીવન જીવતા હતા. શેરીમાં રહેતા આજુબાજુના લોકો તેમને નાસ્તો અને જમવાનું આપતા હતા. પાડોશીના કહેવા મુજબ કંચનબેન છેલ્લા 15 વર્ષથી ન્હાયા નહોતા. સાથી સેવા ગ્રુપે તેમને બહાર કાઢી સૌપ્રથમ ભજીયા ખવડાવ્યા હતા. બાદમાં તેમના વાળ કાપી નવડાવીને નવા વસ્ત્રો પહેરવામાં આવ્યા હતા. સાથી સેવા ગ્રુપની સરાહનીય કામગીરીથી પાડોશમાં રહેતા લોકો ખુશખુશાલ બન્યા હતા. #Rajkot
[caption id="attachment_201291" align="aligncenter" width="300"] જલ્પાબેન પટેલ[/caption]
વધુમાં જલ્પાબેને કહ્યું હતું કે, જો કે આ માજી પાસે 60 તોલા સોનુ હતું. તેમજ તેઓ 3 મકાનના માલિક પણ છે. વૃદ્ધાનાં ભત્રીજા વિશે માહિતી મળતા સાથી સેવા ગ્રુપે ફોન દ્વારા તેનો સંપર્ક કર્યો હતો. જો કે આ પરિવાર દ્વારા વૃદ્ધાને રાખવાનો સ્પષ્ટ ઈન્કાર કરવામાં આવ્યો હતો. જેને પગલે તેમની સારવાર થાય તેમજ ત્રણ ટાઈમ ભોજન મળી રહે તે માટે સુરત માનવ મંદિર આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા છે. સાથી સેવા ગ્રુપ આવા કામ કરવા હંમેશા તત્પર હોઈ આવી કોઈપણ વ્યક્તિ અંગે માહિતી આપવાની અપીલ પણ તેમણે કરી છે.
More #lone #woman #live in #room #since #many Years #rescued #Rajkot News #Watchgujarat