• શીકલીગર ગેંગનું નામ અનેક ચોરીના કિસ્સાઓમાં સામે આવ્યું છે
  • રાજકોટ ગ્રામ્ય પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેંસના સભ્યોને ઝડપ્યા
  • આરોપીઓની પુછપરછમાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા

WatchGujarat. તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય તથા જૂનાગઢ જીલ્લામાં ઘરફોડ ચોરી તથા ફોર વ્હીલ વાહન ચોરીના ઘણા બનાવ સામે આવ્યા હતા. આ બધા જ બનાવ પાછળ કોઇ ચોક્કસ ગેંગનો હાથ હોવાનું સામે આવતા તેની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ત્વરિત કાર્યવાહી કરવાના અદેશો આપ્યા હતા. જેને આધારે એલસીબી અને રાજકોટ ગ્રામ્ય પોલીસે અનેક ઘરફોડ -વાહનચોરી કરનાર શીકલીગર ગેંગના 3 સાગરીતોને ઝડપી લીધા છે. અને આરોપીઓની પૂછપરછ દરમિયાન 10 જેટલી ચોરીનાં ભેદ ખુલતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યા મુજબ, ગ્રામ્ય એલસીબી અને રાજકોટ ગ્રામ્ય પોલીસ તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ધરમસિંગ મંગલસિંગ બાવરી સીકલીંગર, દર્શનસિંગ ઉર્ફે ટકલુ બીરલાસીંગ ભૌડ સીકલીંગર અને ઇમરત સિંગ મહન્દ્રસિંગ દુધાણી સીકલીંગર નામના ત્રણેય શખ્સોને ગોમટા ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. અને આરોપીઓ પાસેથી મારૂતી સુઝુકી ઇકો કાર કિં. રૂ. 2.40 લાખ, રોકડ રકમ રૂ. 41,700 મોબાઇલ ફોન નંગ -૨ કિં.રૂ. 6000, ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ સાધનો હુક, ડીસમીસ, કાતર વિગેરે મળી કુલ રૂ. 2,87,700નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આરોપીઓની પૂછતાછમાં રાજકોટ ગ્રામ્ય તથા જુનાગઢ જીલ્લાના વણશોધાયેલ 10 જેટલા ગુનાઓનાં ભેદ ઉકેલાયા છે. આરોપીઓ પ્રથમ કોઇપણ જગ્યાએથી ઇકો કારની ચોરી કરતા હતાં. બાદમાં એ ઇકો કારનો ઉપયોગ કરી ઘરફોડ ચોરી સહિતનાં ગુનાઓ અંજામ આપતા હતા. અને બાદમાં ચોરી કરેલ ઇકો કાર કોઇપણ જગ્યાએ બીન વારસી હાલતમાં મુકી નાસી જવાની ટેવ ધરાવે છે. હાલ તો આરોપીઓ સાથે અન્ય કોણ-કોણ સામેલ છે, તેમજ તેમણે અન્ય સ્થળોએ કોઈ ચોરી કરી છે કે કેમ ? તે સહિતનાં મુદ્દે વધુ તપાસ કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud