મોરબી-વાંકાનેર હાઇવે પર જાંબુડિયા ઓવરબ્રીજ પર ગઈકાલે કાળા કલરની સ્કોર્પિયો પલ્ટી મારી ગઈ
કારમાંથી દારૂ ઢોળાયો હતો, જેને સગેવગે કરવાનું કામ એલઆરડી જવાનોએ કર્યું
જવાનો દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ શરૂ કરી
WatchGujarat. મોરબીના જાંબુડિયા ગામ પાસે ઓવરબ્રીજ પર ગઈકાલે દારૂ ભરેલી એક સ્કોર્પિયો કાર પલ્ટી હતી. જેમાં માલવીયાનગર પોલીસમાં ફરજ બજાવતા બે LRD જવાનો જ આરોપી હોવાનું ખુલ્યું છે. કાર પલ્ટી ગયા બાદ પણ બંનેએ બચેલા દારૂનાં જથ્થાને બીજી કારમાં સગેવગે કરી મામલો દબાવવાનો પ્રયાસ તો કર્યો હતો. જોકે સ્થાનિક પોલીસની સતર્કતાથી તેઓ સફળ થયા નહોતા. તેમજ આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ, મોરબી-વાંકાનેર હાઇવે પર જાંબુડિયા ઓવરબ્રીજ પર ગઈકાલે કાળા કલરની સ્કોર્પિયો કાર નંબર GJ-03L-4455 પલ્ટી મારી ગઈ હતી. જેને પગલે કારમાં ભરેલો દારૂ રોડ પર ઢોળાયો હતો. આ સમગ્ર ઘટના પર પડદો પાડવા કારમાં સવાર બે શખ્સોએ દારૂ સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતા. અને સ્થળ પર એકઠા થયેલા લોકો પર રોફ જમાવ્યો હતો. એટલું જ નહીં ત્યાં સ્થળ પર આવેલી સ્થાનિક પોલીસ સાથે પણ માથાકૂટ કરતા ટ્રાફિકજામ સર્જાયો હતો.
જો કે સ્થાનિક પોલીસે દારૂ ભરેલી આ કારમાં સવાર રાજકોટના માલવીયાનગર પોલીસમાં LRD તરીકેની ફરજ બજાવતા રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાને ઝડપી પાડી તેઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ શરૂ કરી છે. બંને હાલ તો કચ્છથી દારૂ લાવ્યા હોવાનું અને લગ્ન પ્રસંગ માટે લઈ જતા હોવાનું જણાવી રહ્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.