પીડિયુ મેડીકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓ તબિયત લથડ્યા બાદ કોરોના પોઝીટીવ આવ્યા
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થવા માટે સતાધીશો જ જવાબદાર હોવાની ચર્ચા
એક જ કલાસમાં મોટી સંખ્યામાં છાત્રોને બેસાડવા અંગે ડીન અજાણ
WatchGujarat. મેડીકલ કોલેજ ફેબ્રુઆરીમાં શરુ થયાના એક મહિનામાં જ 10 છાત્રો કોરોનાગ્રસ્ત થતા ફફડાટ ફેલાયો છે. ગઈકાલે પાાંચ છાત્રો પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ પાંચ છાત્રો કોરોના પોઝિટિવ આવતા કુલ આંકડો 10 પર પહોંચ્યો છે. જેને પગલે ફરી મેડિકલ કોલેજનું ફીઝીકલ શિક્ષણ બંધ કરવાની ફરજ પડી છે. જોકે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થવા પાછળ મેડીકલ કોલેજની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 200 છાત્રોને એક જ ક્લાસમાં બેસાડવામાં આવ્યા હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓને જ ભોગ બનવું પડ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ સરકારી પીડિયુ મેડીકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓ તબિયત લથડતા તેમનો કોરોના રિપોર્ટ કરવાયો હતો. જે પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો હતો. જેને લઈને તેના સંપર્કમાં આવેલા અન્ય છાત્રોનાં રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી વધુ પાંચ છાત્રોનાં રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જોકે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થવા માટે સતાધીશો જ જવાબદાર હોવાની ચર્ચા ઉઠી છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"] આ અંગેની અન્ય છાત્રોએ ડીનને રજુઆત કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને એક જ કલાસમાં આટલા છાત્રોને બેસાડવા અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તાબડતોબ કોલેજના અધિકારીઓની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં કોરોનાનાં બધા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સુચના આપવામાં આવી છે. જેમાં એમબીબીએસના પ્રથમ વર્ષના છાત્રો માટે સપ્તાહ સુધી ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવા જણાવાયું છે. સાથે જ શકય હોય ત્યાં સુધી ફીઝીકલ કલાસ ન યોજવા, કોરોના પોઝીટીવ આવેલા છાત્રોને કોવિડ વિભાગમાં આઈસોલેટ કરવા, તેમજ પોઝિટિવ છાત્રોના કલોઝ કોન્ટેકમાં આવેલા છાત્રોએ પોતાના રૂમમાં જ રહેવા સહિતની સૂચનાઓ સામેલ છે. જોકે દ્વિતીય વર્ષનાં છાત્રો માટે કોલેજ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે અન્ય છાત્રોને પણ કોરોના વળગે તેવી પણ સંભાવના નકારી શકાય તેમ નથી.[/caption]
પીડિયુ મેડીકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓ તબિયત લથડ્યા બાદ કોરોના પોઝીટીવ આવ્યા
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થવા માટે સતાધીશો જ જવાબદાર હોવાની ચર્ચા
એક જ કલાસમાં મોટી સંખ્યામાં છાત્રોને બેસાડવા અંગે ડીન અજાણ
WatchGujarat. મેડીકલ કોલેજ ફેબ્રુઆરીમાં શરુ થયાના એક મહિનામાં જ 10 છાત્રો કોરોનાગ્રસ્ત થતા ફફડાટ ફેલાયો છે. ગઈકાલે પાાંચ છાત્રો પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ પાંચ છાત્રો કોરોના પોઝિટિવ આવતા કુલ આંકડો 10 પર પહોંચ્યો છે. જેને પગલે ફરી મેડિકલ કોલેજનું ફીઝીકલ શિક્ષણ બંધ કરવાની ફરજ પડી છે. જોકે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થવા પાછળ મેડીકલ કોલેજની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 200 છાત્રોને એક જ ક્લાસમાં બેસાડવામાં આવ્યા હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓને જ ભોગ બનવું પડ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ સરકારી પીડિયુ મેડીકલ કોલેજમાં એમબીબીએસના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થીઓ તબિયત લથડતા તેમનો કોરોના રિપોર્ટ કરવાયો હતો. જે પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો હતો. જેને લઈને તેના સંપર્કમાં આવેલા અન્ય છાત્રોનાં રીપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી વધુ પાંચ છાત્રોનાં રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. જોકે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થવા માટે સતાધીશો જ જવાબદાર હોવાની ચર્ચા ઉઠી છે.
[caption id="attachment_566988" align="aligncenter" width="800"]આ અંગેની અન્ય છાત્રોએ ડીનને રજુઆત કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અને એક જ કલાસમાં આટલા છાત્રોને બેસાડવા અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તાબડતોબ કોલેજના અધિકારીઓની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં કોરોનાનાં બધા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સુચના આપવામાં આવી છે. જેમાં એમબીબીએસના પ્રથમ વર્ષના છાત્રો માટે સપ્તાહ સુધી ઓનલાઈન અભ્યાસ ચાલુ રાખવા જણાવાયું છે. સાથે જ શકય હોય ત્યાં સુધી ફીઝીકલ કલાસ ન યોજવા, કોરોના પોઝીટીવ આવેલા છાત્રોને કોવિડ વિભાગમાં આઈસોલેટ કરવા, તેમજ પોઝિટિવ છાત્રોના કલોઝ કોન્ટેકમાં આવેલા છાત્રોએ પોતાના રૂમમાં જ રહેવા સહિતની સૂચનાઓ સામેલ છે. જોકે દ્વિતીય વર્ષનાં છાત્રો માટે કોલેજ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે અન્ય છાત્રોને પણ કોરોના વળગે તેવી પણ સંભાવના નકારી શકાય તેમ નથી.[/caption]