• મતદાન ના દિવસે બે મતદાતાઓ દ્વારા નિયમોના ધજાગરા ઉડાડ્યાના વિડીયો વાઇરલ થયા
  • વિડીયો વાઇરલ થતા ચુંટણી તંત્ર એક્શનમાં આવ્યું
  • મતદાન મથકમાં ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ તો કેવી રીતે વિડીયો બનાવાયો ?

WatchGujarat. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મંત્રી કુંવરજીભાઈ બાવાળીયાએ પણ વીંછીયા ખાતે મતદાન કર્યું હતું. આ તકે બાવળીયાએ મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી. જો કે આ દરમિયાન તેઓ મતદાનની ગુપ્તતાનો નિયમ ભૂલી ગયા હતા. અને કહ્યું હતું કે, મેં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના ઉમેદવારોને મત આપી દિવસની શરૂઆત કરી છે. તો મોવિયામાં ઝાડુનાં નિશાનને મત અપાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે.

કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મેં આજે મારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા-તાલુકાના ઉમેદવારોને મત આપી દિવસની શરૂઆત કરી છે. મેં પણ ભાજપને મત આપ્યો છે અને તમે લોકો પણ ભાજપને જ મત આપો તેવી મારી અપીલ છે. થોડા દિવસ પહેલા જ 6 મહાનગરપાલિકામાં પ્રજાએ ભાજપને મત આપીને ભવ્ય વિજય અપાવ્યો છે. આ જ રીતે વીંછિયા સહિત સૌરાષ્ટ્રમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કમળને જ મત આપી ભાજપને જીતડવાની અપીલ પણ તેમણે કરી હતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, મતદાનથી સત્તા પરિવર્તન થાય છે, મતદાનથી લોકશાહી બચે છે, ખેડૂત પણ 5 વર્ષે પાક બદલે છે, એ જ રીતે હવે જનતાને પણ મોકો છે નગરસેવકરૂપી પાક બદલવાનો, તેથી હું જસદણની જનતાને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરું છું. તો ગોંડલનાં મોવિયાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં મતદાર EVMમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમીબેન સાકરીયા અને અરવિંદભાઇ સાવલીયાને મત આપતા નજરે પડે છે. મતદાન મથકમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ છે. છતાં મોબાઇલ અંદર કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ છે. જોકે આ વાઇરલ વીડિયો અંગે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. ત્યારે આ મામલે કોઇ કાર્યવાહી થશે કે કેમ તેવા પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે.

મતદાન કરતો વીડિયો વાયરલ થતાં મતદાન ગુપ્તતા ભંગ અંગે કાર્યવાહી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021 અંતર્ગત રાજ્યભરમાં યોજાઇ રહેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના મતદાન અન્વયે ગોંડલ તાલુકા પંચાયતની ઘોઘાવદર બેઠક અને રાજકોટ જિલ્લા પંચાયતની મોવિયા બેઠકના વાછરા મતદાન મથક ખાતે મતદાનની ગુપ્તતાના ભંગ અંગેની ચૂંટણીના નિયમો મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud