લોકોની ચહલ પહલ વાળા વિસ્તારમાં ચોરીની ઘટમા સામે આવી
ગ્રાહકો અને વેપારી પોતાના કામમાં મશગુલ હતા ત્યારે ફકીર વેશે આવી ફોન સેરવી લીધો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
વેપારીએ મામલે પોલીસમાં અરજી કરી કાર્યવાહી કરવા માંગ કરી
WatchGujarat. શહેરમાં ચોરી-લૂંટફાટની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે રાજકોટનાં હાર્દ સમાન ધર્મેન્દ્ર રોડ પર ધોળે દિવસે થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં વેપારી તેમજ ગ્રાહક હાજર હોવા છતાં ફકીર જેવા લાગતા એક યુવકે ગણતરીની સેકંડોમાં જ મોબાઈલ તફડાવી લીધો હતો. જોકે ગ્રાહકમાં વ્યસ્ત વેપારીને મોડે-મોડે ઘટનાની જાણ થઈ હતી. જેને લઈ તેણે પોલીસમાં અરજી આપી છે.
https://youtu.be/0usXoHqwuUY
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વેપારી ગ્રાહકને વસ્તુઓ બતાવી રહ્યા છે. આ દરમિયાન વેપારી બીજી વસ્તુ કાઢવા જાય છે. તેમજ ગ્રાહક વસ્તુઓ જોવામાં મશગુલ છે. બરાબર આ તકનો લાભ લઈ માંગવા માટે આવેલો યુવક ધીરેથી દુકાનમાં હાથ નાંખીને મોબાઈલ તફડાવી ફરાર થઈ જાય છે. સેકંડોમાં બનેલી ઘટનાની જાણ વેપારીને ગ્રાહકનાં ગયા બાદ જ થઈ હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા થેલાની દુકાનમાં મોબાઇલ ચોરીની ઘટના બની હતી. જેમાં ફકીરના સ્વાંગમાં આવેલો એક યુવક વેપારી પાસે રૂપિયા માંગી રહ્યો હતો. વેપારી ગ્રાહકોને સાચવવામાં વ્યસ્ત હતા. દરમિયાન આ શખ્સે વેપારીનું ધ્યાન નહોતું ત્યારે અચાનક જ મોબાઇલ ઉઠાવી અને ઝોલામાં મૂકી દીધો હતો. અને ગ્રાહકોમાંથી પરવારેલા વેપારીએ જ્યારે પોતાનો મોબાઇલ શોધ્યો ત્યારે તેમને મળ્યો નહોતો. આખરે તેમણે દુકાનનાં સીસીટીવી ચેક કરતા માંગવા આવેલા યુવકની કરામત જાણવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના હાર્દ સમાન ધર્મેન્દ્ર રોડમાં અનેક દુકાનો આવેલી છે. અને જનતા પણ ધર્મેન્દ્ર રોડ પરથી પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરે છે. ત્યારે ધર્મેન્દ્ર રોડ પર આવેલી થેલાની દુકાનમાં બનેલી આ ચોરીની ઘટના લાલબત્તી સમાન છે. ત્યારે રાજકોટના વેપારીઓએ આવા શખ્સોથી ખાસ સાવચેત રહેવું પડશે.