કોટડા સંગાણી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં અર્જુન ખાટરીયાની જીત થઇ
લોધિકા જિલ્લા પંચાયતની બેઠક પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના પત્નીની કારમી હાર
રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને માત્ર બે અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી
WatchGujarat. જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી 10 બેઠક પર ભાજપ અને 4 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. કોંગી ઉમેદવારનો વિજય થતા જ ઢોલનાં તાલે રૂપિયા ઉડાવીને કોંગ્રેસનાં વિજેતા ઉમેદવારનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બેડલા સીટ પર ભાજપનાં સવિતાબેન ગોહેલ માત્ર 8 મતે જીતી ગયા છે. આમ ગત ટર્મ કરતા ઘણી સારી શરૂઆત મળતા ભાજપમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને માત્ર બે અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી.
https://youtu.be/Kxj7UbTyybA
જાણવા મળતી વિગતો મુજબ કોટડા સંગાણી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં અર્જુન ખાટરીયાની જીત થઈ છે. તો બેડી સીટ પર સુમીતાબેન રાજાભાઈ ચાવડા જીતી ચુક્યા છે. અને કોલકી બેઠક પર ભાજપના ઉમેદવાર જેન્તીલાલ બરોચિયા, ગોંડલની ચરખડી સીટ પર ભાજપના ઉમેદવાર અમૃતભાઈ મકવાણાનો વિજય થયો છે. આ ઉપરાંત લોધિકા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનાં મોહન દાફડા વિજેતા બન્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના પત્નીની કારમી હાર થઈ છે.
આ સિવાય ગોંડલ નગરપાલિકાના કુલ 11 વૉર્ડ ની 44 બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 5 બેઠકમાં પહેલા જ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા. આજે બાકી રહેલી 39 બેઠકોની મત ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં બિનહરીફ સહિત અત્યાર સુધીમાં વોર્ડ નંબર 1 , 2, 3, 7, અને 8માં ભાજપની પેનલ જ વિજેતા બની ચુકી છે. જ્યારે બાકીના વોર્ડમાં ગણતરી પુરજોશમાં ચાલી રહી છે.