મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને કલેક્ટર વચ્ચે વાતચીતનો વિડીયો વાઇરલ થયો
'તમારે દસ-દસ લાખ રૂપિયા ખાવા છે' અને મારી સામે જ ફિલોસોફી કરો છો – કાંતિ અમૃતિયા
હોસ્પિટલની લોબીમાં જ અમૃતિયાએ કલેકટર સાથે આ પ્રકારની દાદાગીરી કરતા ત્યાં હાજર રહેલા અધિકારીઓ અને લોકો પણ ચોંકી ઉઠયા
શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાએ કરેલા અશોભનીય વર્તન બદલ પાર્ટી દ્વારા ક્યારે અને કેવા પગલાં લેશે તે જોવું રહ્યું
WatchGujarat. કોરોનાનાં કહેર વચ્ચે સતત કથળતી વ્યવસ્થા અંગે સમીક્ષા કરવા માટે કલેકટર જે.બી.પટેલ પોતાના અધિકારીઓ સાથે જ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન ભાજપનાં દિગ્ગજ નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને કલેકટર સાથે તુકારે વાત કરી રીતસરની દાદાગીરી શરૂ કરી હતી. અમૃતિયાએ કલેક્ટરને કહ્યું હતું કે, મેં તને ડિસ્ટર્બ નથી કર્યો, કામ નથી કરવા તો ઠેકડા શેના મારો છો' અમૃતિયાની આ દાદાગીરીનો વિડીયો હાલ ભારે વાયરલ થયો છે.
https://youtu.be/JjOMcyeT_LA
કાંતિ અમૃતિયા અને કલેક્ટર વચ્ચેની વાતચીત
કાંતિ અમૃતિયા : હોસ્પિટલમાં અમે સેવા માટે આવ્યા છીએ.
કલેકટર : અમે પણ અમારા વહીવટી કામ માટે આવ્યા છીએ.
કાંતિ અમૃતિયા : અરે, પણ વહીવટી કામની મેં કયાં ના પાડી, મેં તને ડિસ્ટર્બ કર્યો? કામ કરવા નથી અને ઠેકડા મારવા છે. કોના સામે વાત કરો છો તમે?
કલેકટર : તમે સેવા કરો છો એ મને પણ ખબર છે. પણ મારી વાત તો સાંભળો કાંતિભાઈ તમે.
કાંતિ અમૃતિયા : મર્યાદા રાખો તમે.
કલેકટર : પણ મેં શું કીધું તમને.
કાંતિ અમૃતિયા : અમે તમને કામમાં હેલ્પ કરવા આવ્યા છીએ.
કલેકટર : હેલ્પ ભલે કરો, પણ પહેલા અમને અમારી વ્યવસ્થા જોઈ લેવા દો.
કાંતિ અમૃતિયાઃ 'તમારે દસ-દસ લાખ રૂપિયા ખાવા છે, પૈસા ખાવા સિવાય કંઈ કરવું નથી' અને મારી સામે જ ફિલોસોફી કરો છો.
કાંતિ અમૃતિયા અન્ય અધિકારીઓને : ઈ બોલે છે કોના સામે, આને ખબર નથી કે હું કોણ છું?
ઉલ્લેખનીય છે કે, કોઈ મિટિંગ નહીં પરંતુ હોસ્પિટલની લોબીમાં જ અમૃતિયાએ કલેકટર સાથે આ પ્રકારની દાદાગીરી કરતા ત્યાં હાજર રહેલા અધિકારીઓ અને લોકો પણ ચોંકી ઉઠયા હતા. જો કે કલેક્ટરે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ અમૃતિયા કોઈ વાત સાંભળવા જ તૈયાર નહીં થતા આખરે કલેકટર ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાએ કરેલા આ અશોભનીય વર્તન બદલ પાર્ટી દ્વારા ક્યારે અને કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું.