• સગીરાને પાડોશીએ પ્રેમજાળમાં ફસાવી હતી
  • એકલતાન લાભ લઇ ઘરે બોલાવી શારીરીક સંબંધ બાંધવાનું કહેતા સગીરાએ ઇનકાર કર્યો

WatchGujarat. શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ભાઈને મારવાની ધમકી આપીને 30 વર્ષના યુવકે 17 વર્ષની બહેન ઉપર દુષ્કર્મ ગુજારતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુવકે પરાણે પ્રેમસંબંધ રાખી સગીરાને ત્રણ વખત હવસનો શિકાર બનાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના રૈયા રોડ ઉપર આલાપ ગ્રીન સીટી પાસે આવેલ આરએમસી ક્વાર્ટરમાં રહેતા એક પરિવારની 17 વર્ષીય સગીર દીકરી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની દીકરી કે જે 17 વર્ષની હોય તેણીને તેના જ પાડોશમાં રહેતા સંજય ધર્મેન્દ્રભાઈ કણજારીયા નામના શખ્સે તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી.

બાદમાં એકલતાનો લાભ લઇ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. પરાણે પ્રેમસંબંધ રાખી સગીરાને શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણીએ ના પાડી હતી. ત્યારે આરોપી સંજયે જો તું શરીર સંબંધ નહિ બાંધે તો તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેને પગલે સગીરા ડઘાઈ ગઈ હતી અને ના પાડવા છતાં સંજયે બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આવી જ રીતે સંજયે ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું.

જો કે અંતે સગીરા ભાંગી પડતા તેણીએ સમગ્ર હકીકત પરિવારજનોને વર્ણવી હતી. જેને પગલે પરિવારે પણ હિમ્મત દાખવી ફરિયાદ નોંધાવી છે. તેમજ આ અંગે યુનિવર્સીટી પોલીસે એટ્રોસિટી, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી એસટી એસસી સેલના એસીપીને તપાસ સોંપી છે. અને આરોપીને સકંજામાં લઇ જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud