• શ્રી બાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રી નામની ફેકટરી ખાતેથી અજાણ્યા શખ્સો ગઇકાલે તાળા તોડીને પાંચ ગેસ સિલિન્ડર ચોરી ગયા
  • બાટલાને કોઇ ઓકિસજનના સમજી લઇ ગયું હશે કે પછી ભંગારમાં વેંચવા માટે કોઇ તસ્કર ચોરી ગયું હશે એ સ્પષ્ટ થયું નથી
  • જો ઓકિસજન સમજીને કોઇ દર્દીને નાઇટ્રોજન ગેસ આપી દે તો દર્દીનો જીવ પણ જઇ શકે તેમ છે
  • પોલીસે મામલાની ગંભીરતાને જોઇને ચોરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા

WatchGujarat. શહેરમાં એક અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ગઇકાલે રાત્રે થોરાળા વિસ્તારમાં આવેલા કારખાનામાંથી કોઇ ઓકિસજનના બાટલા સમજીને નાઇટ્રોજન ચોરી કરી ગયાની ઘટના સામે આવી છે. પાંચમાંથી ત્રણ ખાલી હતાં અને બે ભરેલા હતાં. જોકે આ ગેસને ઓકિસજન સમજી કોઇને આપવામાં આવે તો જીવનું જોખમ સર્જાઇ શકે છે. આવું ન થાય એ માટે શહેર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ કરી ચેતવ્યા છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, થોરાળા વિસ્તારમાં આવેલી શ્રી બાલકૃષ્ણ કોલ ઇન્ડસ્ટ્રી નામની ફેકટરી ખાતેથી અજાણ્યા શખ્સો ગઇકાલે તાળા તોડીને પાંચ ગેસ સિલિન્ડર ચોરી ગયા છે. જેમાં ત્રણ ખાલી છે અને બેમાં નાઇટ્રોજન ગેસ ભરેલો છે. આ બાટલાને કોઇ ઓકિસજનના સમજી લઇ ગયું હશે કે પછી ભંગારમાં વેંચવા માટે કોઇ તસ્કર ચોરી ગયું હશે એ સ્પષ્ટ થયું નથી. પરંતુ જો ઓકિસજન સમજીને કોઇ દર્દીને નાઇટ્રોજન ગેસ આપી દે તો દર્દીનો જીવ પણ જઇ શકે તેમ છે. આથી કોઇ આડેધડ આવા બાટલાનો ઉપયોગ પુરતી તપાસ વગર ન કરવા અનુરોધ પોલીસે કર્યો છે.

હાલ તો થોરાળા પોલીસ કારખાનામાં પહોંચી ગઈ છે. અને સીસીટીવી કેમેરા છે કે કેમ? તેમાં બાટલા ઉઠાવી જનારા દેખાય છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. જે રીતે કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે તેની સાથે ઓક્સિજનની પણ ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે આ બાટલાની ચોરી કોણે અને શા માટે કરી છે તે જાણવા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud