• નોડલ ઓફિસર અને રાજ્ય ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા સાથે જિલ્લા અને શહેરના આરોગ્ય અધિકારીઓની બેઠક યોજાઇ
  • હોળી-ધૂળેટીના તહેવારને લઇ દરેક સરપંચને સાદાઈ પૂર્વક ઉજવણીનું સુચન કરવામાં આવ્યું
  • છતાં કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો

WatchGujarat. ચૂંટણીઓ પુરી થયા બાદ રાજ્યની સાથે જ રાજકોટ શહેર અને જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા આવી પહોંચ્યા છે. અને સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જરૂરી આદેશો કરવામાં આવનાર છે. જો કે હાલ શહેરમાં કોરોના સાવ બેકાબુ હોવાની વાતને રાહુલ ગુપ્તાએ નકારી કાઢી છે. તેમજ કલેક્ટર રેમ્યા મોહને પણ પત્રકાર પરિષદ યોજી જરૂરી જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ વૃદ્ધાશ્રમોમાં જઈ વેકસીનેશન કરવાના આદેશો આપી દેવાયા છે. સાથે જ ગામડાઓનાં સરપંચો સહિત લોકો પણ હોળી-ધુળેટીનાં તહેવારની સાદાઈથી ઉજવણી કરે તેવી અપીલ પણ તેમણે કરી છે.

કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, નોડલ ઓફિસર આજે આવી પહોંચ્યા છે. નોડલ ઓફિસર અને રાજ્ય ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા સાથે જિલ્લા અને શહેરના આરોગ્ય અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલા લેવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગામડાના સરપંચો સાથે તાલુકા વાઇઝ બેઠક કરવામાં આવી છે. જેમાં હોળી-ધૂળેટીના તહેવારને લઇ દરેક સરપંચને સાદાઈ પૂર્વક ઉજવણીનું સુચન કરવામાં આવ્યું છે. તેમજ લોકો સ્વેચ્છાએ ઉજવણી ટાળે તેવી અપીલ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો તેના માટેની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. આ માટે જિલ્લામાં આવતા વૃદ્ધાશ્રમોમાં જઇ આરોગ્ય અધિકારીઓ દ્વારા માસ વેક્સિનેશન કરાશે. સાથે જ વેકસીનેશન સેન્ટરો પણ વધારવામાં આવશે. શહેર અને જિલ્લામાં સતત કેસ વધી રહ્યાં છે. પરંતુ સારી બાબત એ છે કે, દર્દીઓને વેન્ટિલેટરની જરૂર ઓછી પડી રહી છે. તેમજ ગંભીર દર્દીઓ હાલ ઓછા આવી રહ્યાં છે. છતાં કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud