• પરિવારમાં દર બીજા-ત્રીજા દિવસે એક પછી એક સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા – પ્રવીણભાઈ
  • પરિવારીની સાથે સયુંક્ત કુટુંબ ભાવના સાથે જોડાયા છીએ એટલા માટે અમે કોરોના જેવી મહામારી સામે અમે જંગ જીત્યાં
  • માનસિક રીતે સ્ટ્રોગ રહો પ્રોપર ડાયેટ ફોલો કરો અને મેડીસીન્સ તેમજ સ્ટીમ લેવાથી કોરોનાને સરળતાથી હરાવી શકાય – અમૃતાબેન

WatchGujarat. સૌરાષ્ટ્ર -ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. અને પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસની સંખ્યાની સાથે મોતનાં આંકડામાં પણ ઉછાળો થઇ રહ્યો છે. જેને લઈને લોકો પણ ભયભીત છે આવા સમયે લોકોને પ્રેરણા મળે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટના પ્રવીણ વૈદ્યના 22 લોકોના પરિવારના 15 સભ્યો એકસાથે કોરોના સંક્રમિત થયા હતા.પરંતુ આ બધાએ હિન્દૂ સયુંક્ત કુટુંબ ભાવનાથી સાથે રહી કોરોનાને મ્હાત આપી છે.

આ પરિવારનાં અમૃતાબેન અને પ્રવીણભાઈએ કહ્યું હતું કે, પરિવારમાં દર બીજા-ત્રીજા દિવસે એક પછી એક સભ્યના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અને 22 વ્યક્તિનાં પરિવારમાં સંક્રમિત થયેલાઓમાં 1 વર્ષના બાળકથી લઈને 68 વર્ષના વડીલ પણ સામેલ હતા. તો આ પૈકી 4 દર્દી ડાયાબિટિસ, અસ્થમા તથા કેન્સરથી પણ પીડિત હતા. પરંતુ પરિવારીની સાથે સયુંક્ત કુટુંબ ભાવના સાથે જોડાયા છીએ એટલા માટે અમે કોરોના જેવી મહામારી સામે અમે જંગ જીત્યાં હતા.

વધુમાં અમૃતાબેને જણાવ્યું હતું કે, પરિવારના 1 વર્ષના બાળકને પોઝીટીવ આવતા જ પરિવારમા ચિંતાનો માહોલ છવાયો હતો. પરંતુ 1 વર્ષના બાળક અને તેની માતાએ કોરોનાને મ્હાત આપીને ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. માનસિક રીતે સ્ટ્રોગ રહો પ્રોપર ડાયેટ ફોલો કરો અને મેડીસીન્સ તેમજ સ્ટીમ લેવાથી કોરોનાને સરળતાથી હરાવી શકાય છે. જો કે આ પરિવારે એક તબક્કે 3 BHK નું કોવિડ સેન્ટર ભાડે લેવું પડ્યુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud