સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિત્તે 12 મી મે 'વિશ્વ નર્સિંગ દિવસ' મનાવીએ છીએ
32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભે ખભા મિલાવી દર્દીઓની સારવાર કરી રહી છું. - મેટ્રન નીરૂબેન મહેતા
થાક લાગે પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓ જીવન મરણ વચ્ચે જોલા ખાતા હોઈ ત્યારે સઘળું કરી છૂટવાની ઈશ્વર શક્તિ આપે છે
WatchGujarat. આજે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ છે. અને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સફેદ વસ્ત્રોની ઉપર પી.પી.ઈ કીટ પહેરી 552 વીરાંગનાઓ કોરોના સામેનાં જંગમાં બહાદુરી પૂર્વક લડીને પોતાનું યોગદાન આપી રહી છે. આ પૈકીની કેટલીક નર્સે મીડિયા સાથે વાત કરી જણાવ્યું હતું કે, પૈસા સાથે માનવીય સેવાનો ઉત્તમ સમય મળ્યો તે અમારું સદભાગ્ય છે. પણ કોરોનાનાં ઇન્ફેક્શનથી ખુદને અને ઘર પરિવારને બચાવવા સાથે દર્દીઓની સારવાર કરવી એ સૌથી મોટી ચેલેન્જ છે.
[embed]https://youtu.be/qaOHY1SzHs4[/embed]
રાજકોટ સીવીલ હોસ્પિટલ અને તેની હેઠળ આવતી તમામ સંસ્થાઓમાં હાલમાં કુલ મળી 552 મહિલા નર્સ તરિકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. આપણે જે સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિત્તે 12 મી મે 'વિશ્વ નર્સિંગ દિવસ' મનાવીએ છીએ, તેઓ જો આજે જીવિત હોત તો કોવીડમાં સારવાર આપતી નર્સ બહેનોને જોઈ તેણી ચોક્કસ ગૌરવ સાથે કહેત કે, આ સેવા માનવતાની ગરિમાને ઉજાગર કરતી ઉત્તમ સેવા છે. પરિવારની દેખભાળ સાથે દર્દીઓની સારવારમાં જીવનું જોખમ છે, પરંતુ સેવા અને ફરજનિષ્ઠ સિસ્ટર્સ એક પણ દિવસની રજા લીધા વગર આ જવાબદારીને ઈશ્વરનો પ્રસાદ માની નિભાવી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના મેટ્રન નીરૂબેન મહેતાનાં જણાવ્યા મુજબ, 32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભે ખભા મિલાવી દર્દીઓની સારવાર કરી રહી છું. હાલમાં મારી ઉપર 200 કરતા વધુ નર્સિંગ સ્ટાફના સંચાલનની મોટી જવાબદારી છે. જેમાં કોરોનાના દર્દીઓની સારવાર યોગ્ય રીતે ચાલે તે માટે રોજેરોજ સ્ટાફ સાથે સંકલન, દર્દીઓની ડોક્ટરની સૂચના મુજબની સારવાર થાય છે કે નહિ સહિતનું માર્ગદર્શન આપું છું. સાથોસાથ મારા પરિવારની જવાબદારી પણ નિભાવુ છું. પાંચ સભ્યોના પરિવારમાં હું, મારા પતિ અને નણંદ કોરોના પોઝિટિવ આવ્યા હતા. પરંતુ 10 દિવસની રજાને બાદ કરતા કોઈ રજા લીધા વગર રોજ દરરોજ 10 કલાક કામ કર્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, થાક લાગે પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓ જીવન મરણ વચ્ચે જોલા ખાતા હોઈ ત્યારે સઘળું કરી છૂટવાની ઈશ્વર શક્તિ આપે છે. સારવાર દરમ્યાન માત્ર દવા નહીં પરંતુ દર્દીને સાંત્વના, જરૂરી સમાન અને ક્યારેક મોબાઈલ પર પરિવાર જોડે વાત કરાવી આપવામાં પણ અમારી બહેનો મદદરૂપ બનતી હોય છે. દર્દી જયારે સાજો થઈ તેમના પરિવાર સાથે હસતો રમતો આશીર્વાદ આપી ઘરે જાય તે ક્ષણ અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હોય છે.
આવા જ એક કર્મનિષ્ઠ સિસ્ટર કાજલબેન સોઢાતર છે, જેમના સિરે કોવિડ હોસ્પિટલને કોરોના વાયરસ મુક્ત રાખવાની અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની જવાબદારી છે. દરરોજ દવાની ખાલી બોટલો , સિરીંજ સહિતનો વેસ્ટ અલગ અલગ પ્લાસ્ટિકની બેગમાં જમા કરી તેને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરવાનો. અને તેનો યોગ્ય નિકાલ થાય તે જોવાનો હોવાનું તેઓ જણાવે છે, માત્ર તેટલું જ નહિ પરંતુ તમામ વોર્ડમાં હાઇપો ક્લોરાઇડ કેમિકલ વડે સફાઈ, બેડની રોજ ચાદર બદલાય તેમજ પલંગ અને ડ્રોઅર સહિતની તમામ વસ્તુ કેમિકલથી સૅનેટાઇઝ કરવાની પણ સૌથી મહત્વની જવાબદારી તેમના સંચાલન હેઠળ કરવામાં આવે છે. સાથે નર્સિંગ સ્ટાફમાં કોઈને નીડલ ઈંજરી થાય તેઓને ઇન્ફેક્શન ન લાગે તેની પણ દેખભાળ રાખવાની હોય છે.
આ ઉપરાંત લોહીના ટીપા ઢોળાયા હોઈ તો તેને પણ યોગ્ય રીતે સફાઈ થાય તે કામ પણ ખુબ ચોકસાઈ રીતે કરવાની તેમની ટીમની જવાબદારી હોવાનું કાજલબેન ઉમેરે છે. 16 વર્ષથી નર્સિંગ ડ્યુટી કરતા કાજલબેન જણાવે છે કે, પહેલા એચ.આઈ.વી. કમળો કે સ્વાઈન ફલૂ વખતે ઇન્ફેક્શનનો ભય નહોતો, તેનાથી વધુ હાલ ભય છે. ત્યારે અમારે વધારે સાવધાનીપૂર્વક કામ કરવું પડે છે. સાથોસાથ પરિવારનાં સભ્યોથી પણ અંતર જાળવી રાખવું પડે છે.
રાજકોટ સિવિલમાં જ હેડનર્સ તરીકે ફરજ બજાવી હાલમાં આસી. નર્સીંગ સુપ્રિન્ટેન્ડટ તરીકે કાર્યરત જીન્નતબેન અબળા કહે છે કે, હાલના સંજોગોમાં દર્દીઓની સારવાર એ જ અમારી પ્રાથમિકતા હોય છે આ માટે અમે વોર્ડના 4 વિભાગોમાં જરૂરીયાત મુજબ સ્ટાફની ફાળવણી કરીએ છીએ. સાથોસાથ સારવાર માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પૂરી પાડીએ છીએ. જો કોઈ સંજોગોમાં દર્દીનું મૃત્યું થાય તો તેની જાણ અમે દર્દીના પરિવારજનોને કરીને મૃતકના બોડીને કોવીડની માર્ગદર્શિકા મુજબ પેક પણ કરીએ છીએ.
જીવન ચલને કે નામ.... આ સમય ભલે કપરો હોય પરંતુ રોજ અનેક દર્દીઓને મોતના મુખમાંથી બચાવવા હોસ્પિટલની રીડની હડ્ડી સમાન આ વીરાંગનાઓ માત્ર પોતાના પરિવાર જ નહિ પરંતુ સમગ્ર માનવજાત ને બચાવવા કમર કસી રહી છે.

[embed][/embed]