• સુજાતા ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના 8મા માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • સુજાતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

WatchGujarat. શહેરમાં દિવસે-દિવસે આપઘાતનાં બનાવો વધી રહ્યાં છે. ત્યારે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. 22 વર્ષીય સુજાતા ચૌહાણ નામની આ વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના 8મા માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સુજાતાએ તેની મમ્મી સાથે છેલ્લે ગઈકાલે વાત કરી હતી કે, મમ્મી, હું એક મહિનાની રજા રાખી ઘરે આવી રહી છું. અને માતા તો દીકરીનાં આવવાની કાગડોળે રાહ જોતી હતી. પરંતુ કરુણતા એવી આવી કે દીકરીનો મૃતદેહ જોવા મળ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, જોડિયાના લખતર ગામે રહેતી સુજાતા એચ.એન. શુક્લા નર્સિંગ કોલેજનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગઈકલે પોતાના ઓનલાઈન કલાસ બાદ તેણી રૂમમાં ગઈ હતી. અને ત્યાં અંતિમ પગલું ભરી લીધું હતું. રૂમ પાર્ટનર સોનુબેનનાં જણાવ્યા મુજબ, ઓનલાઇન ક્લાસ પૂર્ણ કર્યા ત્યાર સુધી હું તેની સાથે હતી, પરંતુ તે સમયે તેનાં ચહેરા પર કોઈ પણ પ્રકારનું ટેન્શન દેખાતું ન હતું. ત્યારે સુજાતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં મૃતકનાં પિતા પ્રવિણભાઇ સહિત સ્વજનો દોડી આવ્યા હતાં. અને પિતા પ્રવિણભાઇએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ગત સાંજે સુજાતાએ તેની મમ્મી પારૂલબેનને ફોન કર્યો હતો. અને કહ્યુ હતું કે, ઓનલાઇન ભણવાનું અને સાથે કોવિડની નોકરી ચાલુ હોવાથી હમણાં મારી થોડી તબિયત પણ સારી રહેતી નથી. એક મહિનાની રજા મૂકીને હું ઘરે આવી જાઉં છું. તેની આ વાત સાંભળી તેણીના મમ્મીએ તેને રજા લઇ આવી જવા પણ કહ્યું હતું. ત્યારે ઓનલાઇન ભણતર, કોવિડની નોકરી સહિત નાદુરસ્ત તબિયતથી થાકી જઇ સ્ટુડન્ટ નર્સે આ પગલું ભર્યું કે કોઈ અન્ય કરણ છે, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud