• એન્ટી ટ્રાફીકીંગ સ્વોર્ડની સરાહનીય કામગીરી
  • 30 વર્ષ પહેલા તરૂણીને ભગાડી જનાર વૃદ્ધને પકડી પાડ્યો
  • આરોપીને ધીરૂ હાલ કોટડાસાંગાણીના બીલેશ્વર મંદિર પાસે ઝૂંપડામાંથી ઝડપી લીધો હતો – પીએસઆઈ સી. એસ. વાછાણી

WatchGujarat. ધોરાજીના સુપેડી ગામેથી 1991ની સાલમાં તરૂણીને ભગાડી ગયેલા આરોપી ધીરૂભાઈ પોલાભાઈ સોવસીયાને રાજકોટ રૂરલ પોલીસની એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડે 30 વર્ષ બાદ ઝડપી લઈ ધોરાજી પોલીસના હવાલે કર્યો છે. આરોપી ધીરૂ તરૂણીના માતા પિતા સાથે મજૂરીકામ કરતો હતો. એટલું જ નહીં સુપેડી ગામે તેમની બાજુમાં રહેતો હતો. તે વખતે તેની ઉંમર 40 વર્ષની હતી અને ત્રણ સંતાનોનો પિતા હતો. આમ છતા 17 વર્ષની તરૂણીને ભગાડી ગયો હતો. જેને પોલીસે ઝડપી લીધો છે. પરંતુ તરૂણી કે જે મહિલા બની ગઈ છે તે હજુ પણ લાપતા છે.

આરોપીના જણાવ્યા મુજબ તરૂણીને લઈ પોતે સુરત પહોંચ્યો હતો. અને તરૂણીને બે સંતાનોની માતા બનાવી હતી. પાંચેક વર્ષ સુધી તેની સાથે રહ્યા બાદ અચાનક જ તરૂણી તેની પાસે બંને સંતાનોને મુકી જતી રહી હતી. ત્યારબાદ આરોપી ધીરૂ ઘણાં વર્ષો સુધી સુરત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં રહ્યો હતો. ધોરાજી પોલીસમાં તેના વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો. પોલીસે તેની ઘણાં વર્ષો સુધી શોધખોળ કરી હતી, પરંતુ મળતો ન હતો.

એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડના પીએસઆઈ સી. એસ. વાછાણી પાસે આ કેસ આવતા એએસઆઈ જગત તેરૈયાને તપાસમાં લગાડયા હતા. જેણે દોઢેક મહિના સુધી તપાસ કરતા માહિતી મળી હતી કે, આ આરોપી ધીરૂ હાલ કોટડાસાંગાણીના બીલેશ્વર મંદિર પાસે ઝૂંપડામાં રહે છે. જેથી ત્યાંથી તેને ઝડપી લીધો હતો. હવે તેની ઉંમર 69 વર્ષ છે. બંને પુત્રો તેની પાસે હતા. જેના બાદમાં બીમારીને કારણે મૃત્યુ નીપજ્યા હતા. હાલ પોલીસે આરોપીનાં રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud