• જેન્તીભાઈ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના ઘરે ઓક્સિજનથી સારવાર ચાલી રહી હતી
  • ચાલુ સારવારે સવારના કોઈને કહ્યા વગર તેઓ ઘરેથી નીકળી ગયા હતા
  • ઘણો સમયવિતી ગયા બાદ પણ ઘરે પરત નહિ ફરતા પરિવારજનો ચિંતીત બન્યા

Watchgujarat. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર રહેતા વૃદ્ધે તાલુકાના વાસાવડ ગામે દરગાહમાં જઇ છરી વડે ગળું કાપી આત્મહત્યા કરી લીધી છે. હઝરત સૈયદ હાનુ દિન દરગાહમાં ગળું કપાયેલી હાલતમાં લોહીથી લથબથ લાશ ગોંડલનાં જેન્તીભાઈની હોવાનું પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેઓ હતાશ થઈ ગયા હતા. અને દરગાહમાં જઈને છેલ્લું પગલુ ભરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઘટનાને પગલે દોડી ગયેલી પોલીસે સૌપ્રથમ આ વૃદ્ધની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમિયાન માલુમ પડ્યું હતું કે વૃદ્ધ ગોંડલના વોરાકોટડા રોડ ઉપર રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગીયા છે. પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરતા તે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખી બતાવી છરી પણ પોતે સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતું.

જેન્તીભાઈના પુત્રોનાં કહેવા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઈની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદમાં ઘરે ઓક્સિજનથી સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન સવારના કોઈને કહ્યા વગર તેઓ ઘરેથી નીકળી ગયા હતા. નાના પુત્રએ ફોન કરી તપાસ કરતાં કહ્યું હતું કે, હું મોવિયા ગામ પાસે છું. થોડીવારમાં ઘરે આવી જઈશ.

જો કે ઘણો સમય વીતી ગયો હોવા છતાં તેઓ પરત ફર્યાં ન હતા. આ દરમિયાન પોલીસનો ફોન આવતા પુત્રોને પિતાના આપઘાતની જાણ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે જેન્તીભાઈ વાસાવડ અવારનવાર દરગાહમાં દર્શને આવતા હતા. તેઓ હઝરત સૈયદને પોતાના ગુરૂ માનતા હતા. તેઓએ પોતાના ઘરે ગુરુનો ફોટો પણ રાખ્યો હતો અને પૂજા-અર્ચના પણ કરતા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud