• લોકડાઉનના કારણે ધંધો ભાંગી પડતાં દુકાન અને મકાન ભાડા ચડી ગયા
  • ઘરખર્ચના પણ પૈસા નહીં હોવાથી રાજકોટમાં રહેતી સ્ત્રીમિત્ર પાસે દેહવ્યાપાર શરૂ કરાવ્યો

WatchGujarat. શાપર ખાતે ભાડાની દુકાનમાં કરિયાણાનો વેપાર કરતો શખ્સ દેહવ્યાપાર કરાવતા ઝડપાયો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી લલનાને મૂકવા આવેલા આ શખ્સને ઝડપી પાડ્યો હતો. આ આરોપીનાં જણાવ્યા મુજબ લોકડાઉનનાં કારણે આર્થિક ભીંસ વધી જતાં 3 મહિનાથી સ્ત્રીમિત્ર પાસે લોહીનો વેપાર શરૂ કરાવ્યો હતો. માલવીયા ચોકમાં પ્રમુખ આર્કેડની હોટલ તિલક ખાતે લલનાને મૂકવા આવેલા આ શખ્સને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો પારસ ચુનીલાલ શાહ નામનો શખ્સ યુવતીઓ પાસે દેહવિક્રય કરાવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે છટકું ગોઠવીને ડમી ગ્રાહક મારફત તેનો સંપર્ક કર્યો હતો. જેમાં પારસે રૂ.10 હજારનો ચાર્જ કહી હોટલમાં રૂમ બુક કરાવવા કહ્યું હતું. જેને પગલે ડમી ગ્રાહકે હોટલ તિલકમાં રૂમ બુક કરાવ્યો હતો.

બાદમાં પારસ સ્થાનિક યુવતીને લઇને હોટલે પહોંચ્યો હતો. અને ગ્રાહક પાસેથી રૂ.10 હજાર લઇને યુવતીને રૂમમાં મોકલતા જ પોલીસે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા. પારસ ગ્રાહક પાસેથી રૂ. 10 હજાર ચાર્જ વસૂલીને રૂ. 5 હજાર સ્ત્રીમિત્રને આપતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી 4 મોબાઇલ ફોન, રોકડા રૂ.10 હજાર અને એક કોન્ડોમ કબજે લીધો છે. અને ભોગ બનનાર યુવતીને સાક્ષી બનાવાઇ છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ એવી કબૂલાત આપી હતી કે, પોતે શાપર (વેરાવળ)માં ભાડાની દુકાન રાખીને કરિયાણાનો વેપાર કરે છે. લોકડાઉનના કારણે ધંધો ભાંગી પડતાં દુકાન અને મકાન ભાડા ચડી ગયા હતા. ઘરખર્ચના પણ પૈસા નહીં હોવાથી રાજકોટમાં રહેતી સ્ત્રીમિત્ર પાસે દેહવ્યાપાર શરૂ કરાવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી તેણે આ ગોરખધંધા શરૂ કર્યાનું જણાવ્યું હતું. જો કે આરોપી અન્ય યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવતો હોવાની શંકાથી તેના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud