• રંગોલી પાર્કના રહીશોના કહેવા મુજબ, વર્ષ 2016થી તેઓ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે
  • રજુઆત બાદ જવાબદારો દ્વારા હાથ ઉંચા કરી દેવામાં આવતા હતા
  • અન્ય સ્થળોએ ઘર દીઠ 70 લીટર અપાય, જ્યારે રંગોલી પાર્કના રહીશો માત્ર 30 લીટર પાણીમાં ગુજારો કરવા મજબૂર

 

WatchGujarat.  મનપાની ચૂંટણીઓને લઈ તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. અને જોરશોરથી પ્રચાર શરૂ કરાયો છે. ત્યારે આ તમામ પક્ષોને ઝટકો આપતી હકીકત સામે આવી છે. જેમાં પ્રાથમિક સુવિધાઓનાં અભાવથી ત્રસ્ત રંગોલી પાર્કનાં રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું છે. એટલું જ નહીં આ અંગે સોસાયટી બહાર બેનરો લગાવાયા છે. બેનરોમાં ‘કોઈપણ રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીં’ તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો ચિંતામાં મુકાયા છે.

રંગોલી પાર્કના રહીશોના કહેવા મુજબ, વર્ષ 2016થી તેઓ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સૌપ્રથમ આ ક્વાર્ટર બનાવનાર હાઉસિંગ બોર્ડમાં આ અંગે રજુઆત કરવામાં આવી હતી. પરંતુ જવાબદારો દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવતા કલેક્ટર સહિત સ્થાનિક નેતાઓને પણ અનેકવાર આ અંગે રજુઆત કરાઈ ચુકી છે. પરંતુ આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. અન્ય સ્થળોએ ઘર દીઠ 70 લીટર પાણી આપવામાં આવે છે. જ્યારે અમો વર્ષોથી માત્ર 30 લીટર પાણીમાં ગુજારો કરી રહ્યા છીએ. ત્યારે હવે અમે નેતાઓનાં નહીં ભગવાનનાં ભરોસે જ રહેવા ઇચ્છતા હોય મતદાનનો બહિષ્કાર કર્યો છે.

જાણો શુ લખ્યું છે સોસાયટી બહાર લાગેલા બેનરોમાં

અમારી સોસાયટીમાં કોઈપણ પક્ષના રાજકારણીઓ એ મત માગવા આવવું નહીં 2016થી લગાતાર અમારા પડતર પ્રશ્નો તેમજ પ્રાથમિક સુવિઘા બાબતે રજૂઆત કરવા છતાં આજ સુધી સમસ્યાઓ નિરાકરણ ના આવતા આવનાર આગામી ચુંટણીઓનો અમો બહિષ્કાર કરીએ છીએ.

અમો ભગવાન ભરોસે છીએ અને ભગવાન ભરોશે જીવશું -રંગોલીપાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud