• ખોડલધામ ‘નરેશ’ સાથે ‘પાસ’ આગેવાનોની બંધ બારણે મિટિંગ યોજાઈ
  • વાયરલ વિડીયો અંગે ખુલાસો આપતા તેણે વીડિયો એક વર્ષ જૂનો – અલ્પેશ કથીરિયા

#Rajkot - ગુજરાતમાં પોલીસ મથકો BJPનાં કાર્યાલય છે : અલ્પેશ કથીરિયા

WatchGujarat. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની ધરપકડ બાદ આજે રાજકોટમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે એક બેઠક મળી હતી. આ બેઠકમાં દિનેશ બાંભણિયા સહિતનાં આગેવાનો હાજર રહ્યાં હતા. બેઠક બાદ અલ્પેશ કથીરિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સૌપ્રથમ પોતાના વાયરલ વિડીયો અંગે ખુલાસો આપતા તેણે વીડિયો એક વર્ષ જૂનો હોવાનો દાવો કર્યો હતો. સાથે જ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતનાં પોલીસ મથકો તો ભાજપનાં કાર્યાલય છે.

અલ્પેશનાં જણાવ્યા મુજબ, આ બેઠકનો કોઈપણ રાજકીય ઉદ્દેશ નથી. માત્ર સમાજનાં કલ્યાણ અને વિકાસની ચર્ચા કરવા માટે આ બેઠક યોજાઇ હતી. જેમાં માત્ર 3 મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આ પૈકીનો પ્રથમ મુદ્દો PAAS આંદોલનમાં કેસ પરત ખેંચવા માટે સરકારે વચન આપ્યું હતું. પણ હજુ સુધી કેસ પરત ખેંચવામાં આવ્યાં નથી. બીજો મુદ્દો સમાજના યુવાનોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાનું નિરાકરણ કરવું. અને ત્રીજો મુદ્દો સમાજનાં યુવાનોને રોજગાર માટે પ્રયાસો કરવાનો હતો.

બેઠકમાં ચર્ચાયેલા ત્રણ મુદાઓ –

પાટીદાર અનામત આંદોલનમાં પટેલ યુવાનો પર થયેલા કેસો

વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો સામે થયેલા કેસો બાબતે રાજ્ય સરકાર સાથે અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ કેસ પરત કરવાની ખાતરી અપાઈ હતી. છતાં આજે પણ કેટલાક યુવાનો પર થયેલા કેસો પરત કરવામાં આવ્યા નથી. અને યુવાનો કોર્ટની તારીખો ભરી હેરાન થતા હોય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. #Rajkot

યુવાનોને શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ અને સમસ્યાનું નિરાકરણ

નાના અને મધ્યમવર્ગના પાટીદાર પરિવારના યુવાનોને શિક્ષણમાં થતી સમસ્યાઓ તેમજ મુશ્કેલીઓનાં નિરાકરણ માટે શું-શું પગલા લઇ શકાય. સાથે જ શિક્ષણમાં શું ફાયદો થઇ શકે અને શિક્ષણ માટે સંસ્થા શું મદદ કરી શકે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. #Rajkot

યુવાનો માટે રોજગારીનું પ્લેટફોર્મ

શિક્ષિત પાટીદાર યુવાનોને રોજગારી મેળવવામાં થતી સમસ્યાઓનાં નિરાકરણ માટે ખોડલધામ સંસ્થા તરીકે મંચ પૂરું પડે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું. અને સાથે આગમી દિવસોમાં ઉમિયાધામનાં અગ્રણીઓ સાથે પણ આ જ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. #Rajkot

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ખોડલધામ ખાતે નરેશ પટેલ અને પાટીદાર સમાજના દિગ્ગજોની બેઠક થઈ હતી. ત્યારબાદ આજે પાસ સાથે બેઠક યોજાઇ છે. જો કે અલ્પેશ કથીરિયાએ આ બેઠકમાં કોઈ રાજકીય બાબતે ચર્ચા કરવામાં આવી હોવાનો ઇન્કાર કર્યો હતો. સાથે ચૂંટણીના માહોલમાં PAASની ટીમ પ્રચાર માટે નીકળશે. અને PASS નાં આ પ્રચારથી સરકારને નુકસાન થવાનો દાવો પણ કર્યો છે. ત્યારે ચૂંટણી પૂર્વે ખોડલધામ ખાતે યોજાઈ રહેલી એક પછી એક બેઠકોને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. #Rajkot

More #PAAS #Leader #Alpesh #meet #influential #people #Rajkot news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud