રાજકોટમાં ચૂંટણીના પરિણામોને લઈ જાહેર જનતામાં પણ ભારે ઉત્સુકતા
લોકો માસ્ક પહેર્યા વિના હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષકની ભૂમિકામાં
ગોંડલ નગરપાલિકામાં 5 બેઠક બિનહરિફ જાહેર થઇ ભાજપના ફાળે ગઇ
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 પૈકી 20 બેઠક ભાજપને જ્યારે માત્ર 9 બેઠક કોંગ્રેસને ફાળે આવતા ભગવો લહેરાયો છે. જો કે બાકી બેઠક પર ગણતરી ચાલી રહી છે. પરંતુ ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લેતા ભગવો લહેરાવો નિશ્ચિત છે. જો કે મત ગણતરી દરમિયાન શહેરની વિરાણી હાઈસ્કૂલ ખાતે ગામેગામથી લોકોના ટોળા ઉમટી પડતા કોરોના નિયમો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ખુલ્લેઆમ ભંગ થયો હતો.
https://youtu.be/TCfzh9m7Z2c
રાજકોટમાં ચૂંટણીના પરિણામોને લઈ જાહેર જનતામાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અને વિરાણી હાઈસ્કૂલની બહાર વિવિધ ગામોથી વાહનો લઇ લોકો ઉમટી પડ્યા હતા. અને મતગણતરીની પ્રક્રિયા ચાલતી હોવાથી ગામના લોકો વધુ પ્રમાણમાં મતગણતરી કેન્દ્ર આગળ ધસી આવતા વિરાણી સ્કૂલ બહાર મેળાવડો જામ્યો હતો. જેમાં કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડયા હતા. અને મોટા ભાગના લોકો માસ્ક પહેર્યા વિના હોવા છતાં પોલીસ મુક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી હતી.
ગોંડલ નગરપાલિકામાં 5 બેઠક બિનહરિફ જાહેર થઇ ભાજપના ફાળે ગઇ છે. ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામ 44 બેઠક પર ભાજપની જીત મેળવી છે. તાલુકા પંચાયતમાં પણ 22માંથી 21 પર ભાજપનો વિજય થતા કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે. તો રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની કારમી હાર થઇ છે. જ્યારે જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો તમામ 16 બેઠકો પર કબજો થતા કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. જો કે કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયાનાં ગઢ વીંછીયામાં કોંગ્રેસને 14 અને ભાજપને માત્ર 4 બેઠકો અને જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને માત્ર 6 બેઠક મળતા મંત્રીજી ગઢ નહીં સાચવી શક્યાની ચર્ચા લોકોમાં ઉઠી રહી છે.