મનોવિજ્ઞાનમાં PHD કરતી ગર્ભવતી છાત્રાએ પ્રોફેસર જયેશ ભાલાળા સામે SC-ST સેલમાં કરી અરજી
પ્રોફેસર તેણીને ફોન કરીને બોલાવ્યા બાદ પોતે હાજર ન રહીને હેરાન કરતા હોવાનું અરજીમાં જણાવ્યું
સમગ્ર મામલે SC-ST સેલના નેશનલ કમિશને આ અંગે યુનિવર્સિટીના પી.જી. વિભાગ પાસે ખુલાસો માંગ્યો
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનમાં PHD કરતી ગર્ભવતી છાત્રાએ પ્રોફેસર જયેશ ભાલાળા સામે SC-ST સેલમાં અરજી કરી છે. જેમાં પ્રોફેસર તેણીને ફોન કરીને બોલાવ્યા બાદ પોતે હાજર ન રહીને હેરાન કરતા હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો કહ્યાનો આરોપ પણ અરજીમાં લગાવ્યો છે. જેને લઈને SC-ST સેલના નેશનલ કમિશને આ અંગે યુનિવર્સિટીના પી.જી. વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે.
અરજીમાં છાત્રાએ જણાવ્યા મુજબ, અગાઉ તેણીએ ગાઇડ ક્રિષ્નાબેન વાઘેલાના માર્ગદર્શનમાં 4 ચેપ્ટર પૂર્ણ કર્યા હતા. પરંતુ તેમનું અચાનક નિધન થતા નવા ગાઇડ તરીકે જયેશ ભાલાળાને ફાળવવામાં આવ્યા છે. પરંતુ હું ગર્ભવતી હોવા છતાં તેઓ સહકાર આપવાને બદલે ઉલટું હેરાન કરી રહ્યા છે. પહેલા તો તેઓ ફોન કરીને મને બોલાવે છે. અને પછી પોતે જ ત્યાંથી ચાલ્યા જાય છે. આથી મારે એક પણ RAC (રિસર્ચ એડવાઇઝરી કમિટી) થઇ શકી નથી. આ અંગે ઉપકુલપતિને અરજી આપતા તેમણે રજીસ્ટ્રેશન રદ કરાવવાની ધમકી આપી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી.
છાત્રાનો આરોપ છે કે, ઉપકુલપતિને અરજી કર્યા બાદ પ્રોફેસરે તેને ધમકાવતા કહ્યું હતું કે, તે મારા વિરુદ્ધ આ અરજી ભલે કરી હવે હું તારૂ રજિસ્ટ્રેશન રદ્દ કરાવીશ. તેમજ હું કહીશ તેમજ તારૂ બાકીનું કાર્ય પૂરું થશે અને એ પ્રમાણેની જ વિગતો ભરવામાં આવશે. તારાથી જે થાય તે કરી લે ! વધુમાં તેણીએ જણાવ્યું છે કે, પોતે ગર્ભવતી છે. અને ડોક્ટરે તેને મુસાફરી કરવાની સખત મનાઇ કરી છે. છતાં પ્રોફેસરનાં કારણે ધક્કાઓ ખાવા પડી રહ્યા છે.
પ્રોફેસર RACમાં બોલાવી વારંવાર ચાલાકીથી ખોટી પાડવાની સાથે જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દો કહેતા હોવાનું જણાવતા જ્ઞાતિને કારણે પોતાના પર અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો સણસણતો આરોપ પણ તેણીએ લગાવ્યો છે. એટલું જ નહીં RAC નાં અધ્યક્ષ જયેન્દ્ર જાકાસણીયાએ PG વિભાગને તેણીનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા ભલામણ કરી હોવાનું અરજીમાં જણાવ્યું છે. જેને લઈને SC-ST સેલના નાયબ કુલ સચિવે PGTR વિભાગના નાયબ કુલ સચિવને લેખિતમાં રજુઆત કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું છે.