• સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ફિઝીક્સનાં વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રકારનાં માસ્ક તૈયાર કરવામાં આવ્યા
  • 50 હજાર માસ્ક તૈયાર કરીને આરોગ્ય ઉપરાંત કાયદો વ્યવસ્થા સંભાળતા વોરીયર્સ સુધી પહોંચાડવામાં આવ્યા

WatchGujarat. કોરોના કાળમાં માસ્કનું મહત્વ ખૂબ વધ્યું છે. જેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ફિઝીક્સનાં વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રકારનાં માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ માસ્ક ઉપર નેનો પાર્ટીકલ્સની મદદથી સિલ્વર અને કોપરનું કોટીંગ કરવામાં આવ્યું છે. જેના કારણે કોઈપણ પ્રકારનાં વાયરસથી સુરક્ષિત રહેવા માટે આ માસ્ક ખૂબ જ ઉપયોગી બની રહે છે. ખાસ કરીને કોરોના વોરિયર્સ માટે તો આ માસ્ક આશીર્વાદ સમાન બની રહે છે. જેને લઈને આ વિશિષ્ટ પ્રકારના માસ્કની વિગતોને દુનિયાના ફિઝીકસના સંશોધકોએ બિરદાવી છે. અને અમેરિકાના રીસર્ચ જનરલમાં પણ આ સંશોધનને સ્થાન મળ્યું છે.

ફિઝીકસ ભવનના સંશોધકોએ કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન વિચાર આવ્યો કે, કોરોના જેનાથી ફેલાય છે તે વાયરસથી બચવા માસ્ક ખુબ જ ઉપયોગી છે. આ માસ્કને એવું મજબુત બનાવીએ કે જેના કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખીએ તો પણ વાયરસ કે બેકટેરિયાથી સુરક્ષિત રહી શકાય. આ વિચારને ફિઝીકસ ભવનના અધ્યાપક દૈવિક ધ્રુવે મૂર્તિમંત કર્યો તેમણે એઅન્ટી બેકટેરિયલ પ્રોપર્ટી ગણાતા સિલ્વર અને કોપરનો ઉપયોગ કરી તેનું જ નેનો પાર્ટીકલ્સની મદદથી કોટિંગ તૈયાર કર્યું છે. જેને માસ્ક પર લગાવી દેતા માસ્ક વોરીયર્સ માટે પણ સંપુર્ણ સલામત બની જાય છે. હાલ આ પ્રકારના 50 હજાર માસ્ક તૈયાર કરીને આરોગ્ય ઉપરાંત કાયદો વ્યવસ્થા સંભાળતા વોરીયર્સ સુધી પહોંચાડવામાં આવ્યા છે.

આ સંદર્ભે ફિઝીકસ ભવનના ડો. નિકેશ શાહ તેમજ પિયુષ સોલંકીએ જણાવ્યું હતું કે, પીપીઈ કીટ ઉપર અથવા તો કોઈપણ કપડા ઉપર પણ આ પ્રકારે કોટીંગ કરી શકાય છે. જેની મદદથી કોઈપણ વ્યક્તિ વાયરસ અને બેકટેરિયાથી સુરક્ષિત રહી શકે છે. આ સાથે જ ફિઝીકસ ભવનના 18 સંશોધન પત્રોને અમેરિકા અને યુ.કે નાં આંતરરાષ્ટ્રીય સંશોધન સામયિકોમાં મળેલા સ્થાનનાં સંદર્ભમાં કહ્યું હતું કે, જે નેનો પાર્ટીકલ્સ યુનિ. ની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યા છે. તેનાં દ્વારા કોઈપણ ગેઝેટની વીજચુંબકીય મેમરી ડીવાઈસને વધુ ઝડપી બનાવી શકાય છે. કોમ્પ્યુટર અને મોબાઈલની ડેટા સ્ટોરેજની ક્ષમતામાં પણ તેનાથી 10 હજાર ગણો વધારો કરી શકાતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud