• બપોરે ચાર વાગ્યા આસપાસ પાઇપ અને તલવારના ઘા ઝીંકી દેવીપૂજક યુવાનની હત્યા
  • ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

WatchGujarat. શહેરનાં નવાગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બપોરે ચાર વાગ્યા આસપાસ પાઇપ અને તલવારના ઘા ઝીંકી દેવીપૂજક યુવાનની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ હત્યાનું કારણ હજુ અકબંધ છે.

પ્રાથમિક જાણકારી અનુસાર મૃતકનું નામ 22 વર્ષીય આકાશ કાંજીયા હોવાનું અને તે રીક્ષા ચાલક હોવાનું સામે આવ્યું છે. ચારેક વાગ્યા આસપાસ આકાશ પોતાના ઘર પાસે હતો, ત્યારે કેટલા શખ્સોએ તેના પર તલવાર અને પાઇપ સહિતના હથિયારથી હુમલો કર્યો હતો. જેને પગલે ઈજાગ્રસ્ત હાલતમાં જ તેને સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફત ખસેડાયો હતો. પરંતુ તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતા પણ રીક્ષા ચાલક છે.

બનાવની જાણ થતાં મૃતકના પિતા, માતા લાભુબેન, બહેન સુનિતા, ભાઈઓમાં વિજય, અજય, અરવિંદ સહિતના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મૃતક આકાશ ચાર ભાઈ એક બહેનમાં નાનો હતો. યુવાનના મોતથી દેવીપૂજક પરિવારમાં આક્રંદ છવાયો છે. મૃતકના બનેવી ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, ક્યાં કારણોસર આકાશની હત્યા કરાઈ તેની અમને જાણ નથી. જો કે એક આરોપીને હું જોઈને ઓળખું છું. પણ તેનું નામ ખબર નથી. બાકીના અજાણ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud